loader

Breaking News


Home > Gujarat > ભાવનગર - અમદાવાદ હાઇવે પર અકસ્માત, ૧૯ વ્યક્તિના મૃત્યુ


Foto

ભાવનગર - અમદાવાદ હાઇવે પર અકસ્માત, ૧૯ વ્યક્તિના મૃત્યુ

May 19, 2018, 2:57 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ભાવનગર : ગુજરાતમાં ભાવનગર - અમદાવાદ હાઇવે પર આજે સવારે થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં ઓછામાં ઓછા ૧૯ લોકોના મોત થયા છે અને સાત લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા સાત લોકો પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે તરત જ હાથ ધરવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કાળમુખા એક ટ્રકે મોતનુ તાંડવ સર્જયુ હતુ. જેમાં ૧૯ શ્રમજીવી લોકોના મોત થયા હતા. વહેલી સવારે આ અકસ્માત થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ-વડોદરા તરફ જતી એક સિમેન્ટ ભરેલી ટ્રક એકાએક પલટી ખાઇ ગઇ હતી. જેના કારણે ભારે અફડાતફડી મચી ગઇ હતી. ટ્રક્‌ પલટી ખાઇ જતા તળાજાના સરતાનપર ગામના શ્રમજીવી લોકો દટાઇ ગયા હતા.

બનાવની જાણ થયા બાદ તરફ જ પોલીસ અધિકારીઓ તેમના કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાથે સાથે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. અકસ્માત એટલે ગંભીર હતો કે ૧૮ લોકોના મોત ઘટનાસ્થળે જ થઇ ગયા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિનું મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયુ હતુ. અકસ્માતમાં ઘાયલ થયેલા સાત લોકોને સારવાર માટે ભાવનગરમાં સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સરતાનપર ગામની મજુરોની ટુકડી આમાં શિકાર થઇ છે. પોલીસ અને ૧૦૮ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. મૃત્યુ પામેલા તમામ લોકો તળાજાના હોવાના અહેવાલ મળ્યા છે.