loader

Breaking News


Home > Gujarat > ભાવનગરઃ જાનૈયાઓ ભરેલી ટ્રક 20 ફૂટ નીચે ખાબકી, 32 જાનૈયાઓ સહિત વરનાં માતા-પિતા ભેટ્યા મૌતને


Foto

ભાવનગરઃ જાનૈયાઓ ભરેલી ટ્રક 20 ફૂટ નીચે ખાબકી, 32 જાનૈયાઓ સહિત વરનાં માતા-પિતા ભેટ્યા મૌતને

March 6, 2018, 6:53 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ભાવનગર : ભાવનગર જિલ્લામાં વહેલી સવારે એક અકસ્માત સર્જાયો હોવાના સમાચાર મળતા લોકોનાં ટોળા ઉમટી પડ્યા હતા. અહી જાનૈયાઓને લઇને જતી એક ટ્રક રંઘોળા નદીનાં બ્રીજ નીચે ખાબકી ગઇ હતી. ઘટનાસ્થળ પર ઉભા લોકોનાં જણાવ્યાં મુજબ ડ્રાઇવરનાં સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવવાનાં કારણે આ અકસ્માત થયો હતો. સુત્રોનાં જણાવ્યાં મુજબ આ અકસ્માતમાં લગભગ 32 લોકોનાં મૌત થયા છે અને લગભગ 50 થી વધારે જાનૈયાઓ ઘાયલ થયા હોવાની સંભાવનાઓ છે.

ભાવનગર જિલ્લામાં થયેલા આ અકસ્માતને જોઇ લોકોનાં આંખમાંથી આસુ આવી ગયા હતા. હાલમાં મળી રહેલી માહિતી મુજબ મૌતનો આંકડો 32 છે પરંતુ તે વધી શકે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોનું કહેવુ છે કે, જ્યારે આ અકસ્માત થયો ત્યારે સમગ્ર વાતાવરણ ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યુ હતુ. આ ચીચીયારીઓનો અવાજ સાંભળી આસપાસનાં લોકો તુરંત દોડી આવ્યા હતા અને દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં જાનૈયા સહિત વરનાં માતા-પિતાનું પણ મૌતને ભેટ્યા છે. આ દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યુ હતુ.