loader

Breaking News


Home > National > ભીમા કોરેગાંવ : પૂરતાં પુરાવા નહીં મળે તો રદ કરવામાં આવશે કેસ, CJI નું નિવેદન


Foto

ભીમા કોરેગાંવ : પૂરતાં પુરાવા નહીં મળે તો રદ કરવામાં આવશે કેસ, CJI નું નિવેદન

Sept. 17, 2018, 2:28 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભીમા કોરેગાંવ હિંસા સાથે જોડાયેલ મામલે પાંચ ડાબેરી વિચારકોની ધરપકડ કરવામાં આવી હતી જેની આજે સુપ્રીમ કોર્ટમાં સુનવણી થઇ હતી. સુનાવણી દરમિયાન બંને પક્ષોમાં ઉગ્ર ચર્ચા થઇ હતી. સુપ્રીમ કોર્ટમાં મહારાષ્ટ્ર સરકારે પોતાનો પક્ષ મૂકતાં જણાવ્યું હતું કે તેમની પાસે પૂરતી સાબિતી છે જેના આધારે ધરપકડ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં હવે પછીની સુનાવણી બુધવારે થશે.

કોર્ટે જણાવ્યું હતું કે હવે પછીની સુનાવણીમાં સરકારને પોતાનો પક્ષ મુકવા માટે 20 મિનિટ અને પીડિતોને 10 મિનિટનો સમય મળશે. આ હિસાબથી દરેક એક્ટિવિસ્ટોને બુધવાર સુધી હાઉસ અરેસ્ટમાં જ રહેવું પડશે. ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે અમે દરેક સાબિતીઓ જોઈશું ત્યારબાદ નિર્ણય લેશું. જો અમે સંતુષ્ટ નહીં થયા તો કેસ રદ પણ થઇ શકે છે. સરકારે દાવો કર્યો છે કે તેમણે લેપટોપ, હાર્ડ ડિસ્કમાંથી ઘણી સાબિતીઓ હાથ લાગી છે જે કઇંપણ દસ્તાવેજો મેળવવામાં આવ્યા છે તેનું વિડિઓ રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું છે.