loader

Breaking News


Home > National > ભીમ આર્મીનાં પ્રમુખ દલિત નેતા ચંન્દ્રશેખરે પોતાના નામથી રાવણ હટાવ્યું


Foto

ભીમ આર્મીનાં પ્રમુખ દલિત નેતા ચંન્દ્રશેખરે પોતાના નામથી રાવણ હટાવ્યું

Sept. 17, 2018, 8:45 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દલિતોનો અવાજ બનીને દેશભરમાં પોતાનાં નામનો ડંકો વગાડનાર ભીમ આર્મીનાં પ્રમુખ દલિત નેતા ચંન્દ્રશેખર આઝાદે પોતાના નામ સાથે લાગતો રાવણ શબ્દ હવે હટાવી દીધો છે. ચંન્દ્રશેખરે કહ્યુ છે કે, જે પણ મારા નામ સાથે રાવણ શબ્દનો પ્રયોગ કરશે તેની વિરુદ્ધ હુ કાયદાકીય કાર્યવાહી કરીશ.જેલમાં લાંબો સય વ્યતિત કર્યા બાદ લોકોનું મુખે ચર્ચાઇ રહ્યુ હતુ કે, હવે આ દલિત નેતાનો સુરજ ડૂબી ગયો પરંતુ તેનાથી વિપરીત ચંન્દ્રશેખર આઝાદે જેલમાંથી બહાર નીકળતા જ તેણે પોતાના ભાજપ વિરોધી ઇરાદાઓ સ્પષ્ટ કરી દીધા છે. ભીમ આર્મીનાં પ્રમુખ ચંન્દ્રશેખર આઝાદ રાવણ નામથી વધુ પ્રચલિત છે. જેને લઇને હવે તેણે સ્પષ્ટતા કરતા કહ્યુ છે કે હવે મારા નામ સાથે આ શબ્દનો પ્રયોગ કોઇપણ ન કરે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભીમ આર્મી પ્રમુખ ચંન્દ્રશેખર રાવણનાં નામથી જાણીતો છે અને આ નામથી તે લોકો વચ્ચે પોતાની લોકપ્રિયતા વધારવામાં સફળ રહ્યો છે. રાવણ શબ્દ ચંન્દ્રશેખરનાં સમર્થકોએ બ્રાહ્મણવાદનાં વિરોધમાં ઉપયોગમાં શરૂ કર્યો હતો. તેના સમર્થકોનું માનવું છે કે રાવણ શબ્દ વિદ્રોહનું પ્રતિક છે જેને કારણે આ નામને તેની સાથે જોડી રાખવામાં આવ્યુ હતુ. ચંન્દ્રશેખરે 16 મહિના જેલમાં વિતાવ્યા બાદ બહાર આવતા જ આ નામથી પોતાને અલગ કરી દીધેલ છે.