loader

Breaking News


Home > Gujarat > ભુજમાં ABVP ની ગુંડાગર્દી, પ્રોફેસરનું મ્હો કાળું કરી જાહેરમાં ફેરવ્યા


Foto

ભુજમાં ABVP ની ગુંડાગર્દી, પ્રોફેસરનું મ્હો કાળું કરી જાહેરમાં ફેરવ્યા

June 27, 2018, 11:19 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ભુજ : કચ્છ જીલ્લાનાં ભુજમાં એક પ્રોફેસર સાથે ABVP દ્વારા ગેરવર્તણુકનો કિસ્સો સામે આવ્યો છે. ભુજમાં સેનેટની ચુંટણીમાં ગરબડનો આરોપ લગાવીને ABVP નાં નેતાઓએ પ્રોફેસરનાં ચહેરો કાળો કર્યો હતો. જો કે વાત ત્યાંથી નહોતી અટકી ત્યારબાદ તેઓએ પ્રોફેસરને કાળા મ્હો સાથે જાહેર જુલુસ કાઢ્યું હતું. આ મામલો સામે આવ્યા બાદ ABVP નાં કાર્યકરો પર પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે.

આ ઘટના બાદ કચ્છ યુનિવર્સિટીમાં માહોલ તંગ થઇ ગયો હતો. યુનિવર્સિટીનાં અધ્યાપકોએ આ ઘટના અંગે ભારે રોષ વ્યક્ત કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. પ્રોફેસરો આરોપી વિદ્યાથીઓ પર કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે અને ઉગ્ર વિરોધ પ્રદર્શનની પણ ધમકી આપી છે. કચ્છ યુનિવર્સિટીનાં કુલપતિએ જણાવ્યું હતું કે આરોપીઓ સામે FIR નોંધાઈ દીધી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.