loader

Breaking News


Home > National > ભારત પાસેથી પેટ્રોલ ખરીદતુ ભૂતાન 52 રૂપિયા પ્રતિ લિટર આપે છે જનતાને


Foto

ભારત પાસેથી પેટ્રોલ ખરીદતુ ભૂતાન 52 રૂપિયા પ્રતિ લિટર આપે છે જનતાને

May 24, 2018, 10:53 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દેશમાં પેટ્રોલ ડિઝલનાં વધતા ભાવથી જનતા ત્રસ્ત થઇ ગઇ છે. દિવસો જતા તેમાં ઘટાડો થવાને બદલે વધારો ઝીંકાઇ રહ્યો છે. દેશમાં જ્યા પેટ્રોલની કિંમત આસમાને પહોચી છે ત્યા ભારતનો પડોશી દેશ ભૂતાન આપણા દેશમાંથી પેટ્રોલ ખરીદે છે અને તેની જનતાને 52 રૂપિયા પ્રતિ લિટરનાં ભાવે આપે છે.




ભૂતાન અને ભારત વચ્ચેનાં સંબંધ કેવા છે તેનો અંદાજો તે વાતથી લગાવી શકાય છે કે સીમાં પાર જવા માટે કોઇ પરિચય પત્રની મંગણી થતી નથી ત્યારે ભારતનાં લોકો પેટ્રોલની મારથી બચવા માટે ભૂતાનથી પેટ્રોલ ખરીદે છે જે ભારતની સરખામણીમાં લગભગ 20 રૂપિયા ઓછા ભાવે મળી જાય છે. ભારતનાં પૂર્વોત્તર ભાગમાં આવેલ અસમની જનતા આ લાભ સૌથી વધુ લેતા જોવા મળી જાય છે. ત્યારે એક સવાલ જરૂર ઉભો થાય છે કે જો ભૂતાન આપણા દેશમાંથી પેટ્રોલ ખરીદે છે અને તેની જનતાને 52 રૂપિયા પ્રતિ લિટરનાં ભાવે આપી શકે છે તો આપણા દેશમાં પેટ્રોલનો ભાવ આસમાને કેમ?