loader

Breaking News


Home > Bollywood > બિગ બોસ 11 : સલમાન ખાન પર કેસ દાખલ, જુબૈર ખાને લગાવ્યા આરોપ


Foto

બિગ બોસ 11 : સલમાન ખાન પર કેસ દાખલ, જુબૈર ખાને લગાવ્યા આરોપ

Oct. 9, 2017, 6:47 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઇ : કલર્સનો પોપ્યલર રિયાલિટી શો બિગ બોસ 11માં ચાલી રહેલો વિવાદ હવે ઘરની બહાર પહોચી ગયો છે. આ અઠવાડિયે ઘરની બહાર નિકળેલા જુબૈર ખાને બિગ બોસના હોસ્ટ એટલે કે અભિનેતા સલમાન ખાન પર કેસ દાખલ કરાવ્યો છે. મુંબઇ પોલીસે આ ફરિયાદને લેવાની શક્ત મનાઇ કરતા કહ્યુ કે આ કેસ લોનાવલાનો છે.



સલમાન ખાનનાં વિરુદ્ધમાં ફરિયાદ નોધાવતા જુબૈર ખાને ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. જુબૈરનો આરોપ છે કે શનિવારે વિકેંડ કા વાર એપિસોડમાં સલમાને તેને કહ્યુ કે, તને તો હુ કુતરો બનાવી દઇશ બહાર નિકળ તને હુ છોડીશ નહી, તને તો હુ મારીશ અને તને ઇંડસ્ટ્રીમાં કોઇ કામ નહી મળે. સલમાન ખાન જુબૈરના ઘરમાં કરેલા વર્તનથી એટલો ગુસ્સે થયો હતો કે તેણે ઘરનાં સદસ્યોને કહ્યુ કે, તમારે કોઇનાથી પણ ડરવાની જરૂર નથી અને વધુમાં સલમાને જુબૈરને દાઉદ ઇબ્રાહિમનો જમાઇ હોવાની અટકળોને જુઠ્ઠી કહી હતી.

પોલીસે આ બાબતે જાણકારી આપતા કહ્યુ કે, જુબૈર ખાને સલમાન ખાનનાં વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ નોધાઇ છે. પોલીસનું કહેવુ છે કે આ શો નું શૂટિંગ લોનાવલામાં થઇ રહ્યુ છે અને આ ઘટના પણ ત્યાની જ છે. મુંબઇ પોલીસે જુબૈરને કહ્યુ કે તે આ બાબતે કઇ જ ન કરી શકે, તમારે લોકલ પોલીસ સ્ટેશનમાં જઇને ફરિયાદ નોધાવી પડશે. જુબૈરે ફરિયાદ દાખલ કરાવતા બિગ બોસને ફેક રિયાલિટી શો બતાવ્યો હતો અને કહ્યુ છે કે ઘરની બહાર નિકળવા માટે તેને ગોળીયો ખાવી પડી. જો કે ઘરની બહાર નિકળતા પહેલા જુબૈરની તબિયત ખરાબ થવાથી તેને હોસ્પીટલમાં એડમિટ કરવો પડ્યો હતો અને ત્યાંથી જ તેને ઘરની બહાર કરી દેવામાં આવ્યો હતો.

હાર્દિક શાહ