loader

Breaking News


Home > Bollywood > બિગ બોસ-12માં આખરે દિપિકા બની વિજેતા


Foto

બિગ બોસ-12માં આખરે દિપિકા બની વિજેતા

Dec. 31, 2018, 1:53 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બિગ બોસ-૧૨માં વિજેતા કોણ બનશે તેને લઇને ચાલી રહેલી અટકળોનો ગઇકાલે મોડી રાત્રે અંત આવી ગયો હતો. કારણ કે બિગ બોસ-૧૨માં દિપિકા કક્કડે તમામને પછડાટ આપીને ટ્રોફી જીતી લીધી હતી. સિઝનની શરૂઆતથી જ હોટફેવરીટ રહેલા શ્રીસંતની ફાઇનલમાં હાર થઇ હતી. તે બીજા સ્થાને રહ્યો હતો.રવિવારનાં દિવસે ગ્રાન્ડ ફિનાલે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં દિપિકાએ બાજી મારી લીધી હતી. દિપિકાએ શોમાં સેલિબ્રિટી સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. સાથે સાથે ૧૫ સપ્તાહ સુધી શોમાંથી પસાર થઇ હતી. આખરે દિપિકાએ બાજી મારી લીધી હતી. રસપ્રદ બાબત એ રહી હતી કે ફાઇનલમાં તેમની ટક્કર જોરદાર રહી હતી. બિગ બોસ ગ્રાન્ડ ફિનાલેમાં ટોપ પાંચમાં દિપિકા, શ્રીસંત, રોમિલ, દિપક ઠાકુર તેમજ કરણવીર રહ્યા હતા. ફિનાલેની શરૂઆતમાં કરણવીર પણ બહાર થઇ ગયો હતો. ત્યારબાદ રોમિલ ચોધરી ટોપ બેની રેસમાંથી બહાર થઇ ગયો હતો. જોરદાર ટ્‌વીસ્ટ વચ્ચે આખરે દિપિકાએ બાજી મારી હતી. સ્પર્ધકોને એક એવી ઓફર કરવામાં આવી હતી કે જીતની રકમનાં એક હિસ્સાને તેઓ બહાર લઇને જઇ શકે છે.