loader

Breaking News


Home > Bollywood > બિગ બોસ સિઝન-11માં તુર્કી મોડલ નજરે પડશે


Foto

બિગ બોસ સિઝન-11માં તુર્કી મોડલ નજરે પડશે

Sept. 21, 2017, 3:19 p.m.
      Whatsapp   

મુંબઇ ઃ જેની ઉત્સુકતાપૂર્વક સલમાન ખાનના ચાહકો રાહ જાઇ રહ્યા છે તે બિગ બોસ સિઝન-૧૧ની હવે શરૂઆત થવા જઇ રહી છે. પહેલી ઓક્ટોબરના દિવસથી આની શરૂઆત થનાર છે. સલમાન ખાન ફરી એકવાર હોસ્ટ તરીકે રહેનાર છે. હમેંશાની જેમ જ આ વખતે પણ બિગ બોસમાં કોણ કોણ રહેશે તેને લઇને ચર્ચા ચાલી રહી છે.

જો કે હજુ સુધી આ શોમાં કોણ કોણ ભાગ લેનાર છે તે અંગે જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ એમ માનવામાં આવે છે કે તુર્કીની મોડલ પણ આમાં ભાગ લેનાર છે.ટુર્કીની મોડલ હલીમા મતલુબ આમાં ભાગ લેવા જઇ રહી છે. યુ ટ્યુબ પર હાલમાં ધુમ મચાવી રહેલા હર્ષ બેનીવાલને સામેલ કરવાને લઇને પણ ચર્ચા જારી છે. દરેક સિઝનની જેમ આ વખતે પણ બિગ બોસની ટીમ ચાહકોને ટીજર પોસ્ટર મારફતે અંદાજ મુકવા માટે કહે છે.

અત્રે નોંધનીય છે કે આ પહેલા સની લિયોન, મંદાના કરીમી, ક્લાઉડિયા , અલી અવરામ પણ બિગ બોસ સિઝન શોમાં ભાગ લઇ ચુકી છે. વિદેશી મોડલને સામેલ કરવામાં આવ્યા બાદ હવે આની ચર્ચા છે. સલમાન ખાન દ્વારા દર વખતે રજૂ કરવામાં આવતા શોને લઇને વ્યાપક ઉત્સાહ છે. સલમાન ખાનના આ શોએ ભારે ચર્ચા જગાવી છે.

સલમાન ખાન દ્વારા પોતાના અંદાજમાં રજૂ કરવામાં આવતા શોના કારણે સલમાનના ચાહકો ભારે ઉત્સુક રહે છે. બોલિવુડના હાલના સૌથી મોટા સ્ટાર તરીકે સલમાન ખાનની ગણતરી કરવામાં આવે છે. તેની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે. હવે ખુબ વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં તે બિગ બોસ સિઝન-૧૧માં ભાગ લઇ રહ્યો છે. હોસ્ટ તરીકે તે સતત નજરે પડ્યો છે. આ શોમાં મોટા સ્ટાર પણ પોતાની ફિલ્મના પ્રમોશનમાં ભાગ લેવા માટે પહોંચી રહ્યા છે.આ વખતે પણ કેટલાક સ્ટાર પહોંચનાર છે.