loader

Breaking News


Home > Bollywood > બિગ બોસનાં ઘરમાં થયો ઝઘડો, એક તરફ ટીવીની સુપરહિટ વહુ અને બીજી તરફ ભાભીજી


Foto

બિગ બોસનાં ઘરમાં થયો ઝઘડો, એક તરફ ટીવીની સુપરહિટ વહુ અને બીજી તરફ ભાભીજી

Oct. 6, 2017, 6:44 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : બિગ બોસમાં ઝઘડાઓ થવા એ એક સામાન્ય વાત છે. બિગ બોસ સીઝન 11એ પહેલા દિવસથી જ સ્પીડ પકડી લીધી છે અને 4 દિવસમાં જ લડવા-ઝઘડવાની શરૂઆત થઇ ગઇ છે. પરંતુ શુ આપ જાણો છો કે આ સીઝનમાં કોના ઝઘડાએ વધુ ઝોર પકડ્યુ છે? આ સીઝનમાં બિગ બોસનાં ઘરમાં ટીવીની બે લાડકી વહુ અને ભાભી એક બીજા સામે આવી ગયા છે. ગયા સીઝનમાં સામાન્ય લોકોની એન્ટ્રી કરવામાં આવી હતી ત્યારે સેલિબ્રિટી એક બીજા સાથે શાંતિ પૂર્ણ વર્તન કરી રહ્યા હતા અને શરૂઆતમાં એકતા દેખાડી રહ્યા હતા, જ્યારે આ સીઝનમાં સૌથી વધુ ઝઘડો સેલિબ્રિટીમાં જ થઇ રહ્યો છે.



બિગ બોસમાં ટીવીની લાડકી વહુ અક્ષરા એટલે કે  હિના ખાન અને સીરીયલ ભાભીજી ઘર પર હૈની પહેલાની અંગૂરી ભાભી એટલે કે શિલ્પાએ એક બીજા સામે મોર્ચો ખોલી દીધો છે અને બંન્ને ખુબ ઝઘડતી અને બુમો પાડતી નજરે ચડી રહી છે. જો કે બિગ બોસના ઘરમાં આ કોઇ નવી બાબત નથી. અહી અલગ સ્વભાવો સાથે આવેલા લોકો મતભેદનો શિકાર બનતા રહે છે પરંતુ આ સમયે જે લડી રહ્યા છે, તે ટીવી સ્ક્રીનનાં નામચીન ચહેરા છે. જો કે આ બંન્નેનો ઝઘડો શિલ્પા અને વિકાસના ઝઘડાથી જ શરૂ થયો છે. ગુરુવારનાં એપિસોડમાં વિકાસે તે નિર્ણય લીધો કે શિલ્પાને સુવા નહી દે અને તેવામાં હિનાએ આઇડિયા આપતા કહ્યુ કે શિલ્પાનાં માંથા આગળ ચમચી અને પ્લેટનો અવાજ કરો. હિનાએ વિકાસનો સાથ આપતા શિલ્પાનાં માંથા આગળ પ્લેટનો અવાજ કરવાનું શરૂ કર્યુ. તેટલુ જ નહી પરંતુ તેમનો ઝઘડો રસોઇ એરિયા સુધી પહોચી ગયો છે. આગળ આ ઝઘડો શું વળાંક લે છે તે હવે જોવુ રહ્યુ.

હાર્દિક શાહ