loader

Breaking News


Home > National > મોટા લોકો લોન લઈને ભાગે છે, ગરીબ લોન ચુકવે છે : નરેન્દ્ર મોદી


Foto

મોટા લોકો લોન લઈને ભાગે છે, ગરીબ લોન ચુકવે છે : નરેન્દ્ર મોદી

May 29, 2018, 10:32 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : મુદ્રા યોજનાનાં લાભાર્થીઓ સાથે વિડીઓ કોન્ફરન્સથી સંબોધન કરતાં નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતું કે પાછલી સરકારોમાં લોન તેઓને મળતી હતી જેમની ઓળખાણ હતી. પાછલી સરકારોમાં મુખ્યમંત્રી અથવા નાણામંત્રી ખુદ ફોન કરીને પોતાની પસદગીનાં લોકોને લોન અપાવતા હતા.

વધુમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પાછલી સરકારોમાં રાજકીય ફાયદા માટે લોન મેળા ચાલતા હતા અમે નાના ઉધમીઓને લોન આપવા માટે મુદ્રા યોજના લઈને આવ્યાં. તેઓએ જણાવ્યું હતું કે મુદ્રા યોજનાથી સામાન્ય લોકોના હુનરને ઓળખાણ મળી છે. PM મોદીએ દાવો કર્યો હતો કે મુદ્રા યોજનામાં સૌથી વધુ લોન મહિલાઓ, ગરીબો અને દલિત વર્ગને આપવામાં આવી છે.