loader

Breaking News


Home > National > નિરવ મોદીને મોટો આંચકો, સિંગાપુરે નાગરિકતા આપવાનો કર્યો ઇનકાર


Foto

નિરવ મોદીને મોટો આંચકો, સિંગાપુરે નાગરિકતા આપવાનો કર્યો ઇનકાર

Aug. 13, 2018, 2:08 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પંજાબ નેશનલ બેંક કૌભાંડનાં મુખ્ય આરોપી નિરવ મોદીને સિંગાપુરે ભારે ઝટકો આપ્યો છે. નિરવ મોદીએ સિંગાપુર સરકાર પાસે નાગરિકતા માંગી હતી જેને નકારી દેવામાં આવી છે.

સુત્રોનાં જણાવ્યા મુજબ જાણકારી મળી છે કે PNB સ્કેમનાં મુખ્ય આરોપી અને દેશ છોડીને ફરાર થયેલાં નિરવ મોદીએ સિંગાપુરની નાગરિકતા માંગીને ત્યાંનો પાસપોર્ટ મેળવવાની અપીલ કરી હતી પરંતુ સિંગાપુર સરકારે નિરવ મોદીની અપીલ ફગાવી દીધી છે અને નાગરિકતા આપવાથી ઇનકાર કરી દીધો છે.

તમને જણાવી દઈએ કે નિરવ મોદી અને મેહુલ ચોકસી પર નકલી લેટર ઓફ અંડરટેકિંગની મદદથી નેશનલ બેન્કોને ૧૩, ૪૦૦ કરોડનો ચૂનો ચોપડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ બંને વિરુદ્ધ CBI, ઇડી સહીત સંય તપાસ એજન્સીઓ તપાસમાં જોડાઈ છે અને તેને પાછો લાવવાની કવાયત તેજ કરવામાં આવી છે.