loader

Breaking News


Home > National > CBI ના જંગમાં સરકારે ભર્યું મોટું પગલું, આલોક - રાકેશને રજા અપાઈ, નાગેશ્વર બન્યાં ડાયરેક્ટર


Foto

CBI ના જંગમાં સરકારે ભર્યું મોટું પગલું, આલોક - રાકેશને રજા અપાઈ, નાગેશ્વર બન્યાં ડાયરેક્ટર

Oct. 24, 2018, 10:14 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દેશની સૌથી મોટી તપાસ સંસ્થા સીબીઆઈમાં ચાલી રહેલ કલેશ હવે દેશ સામે આવી ગયો છે. લાંચ કાંડ મામલે ટોચના અધિકારીઓમાં ચાલી રહેલ બબાલને કારણે સીબીઆઈની ઈજ્જતનું ભારે પ્રમાણમાં ધોવાણ થયું છે. આ વિવાદ વચ્ચે સરકાર તરફથી સીબીઆઈના બંને ટોચના અધિકારીઓ સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને રજાઓ પર ઉતારી દેવાયા છે. આ નિર્ણયને સરકારનો લાંચ કાંડ મુદ્દે મોટું એક્શન માનવામાં આવી રહ્યું છે.

આ પરિસ્થિતિમાં જોઈન્ટ ડાયરેક્ટર નાગેશ્વર રાવને સીબીઆઈનાં ડાયરેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા છે. નાગેશ્વર રાવને બુધવારે સવારે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. નાગેશ્વરે પદભાર સંભાળ્યા પછી કડક એક્શન લેવાનાં શરુ કરી દીધા છે. આજે સવારે જ સીબીઆઈએ પોતાની ઓફીસના 10 માં અને 11 માં ફ્લોરને સીલ કરી દીધા છે.

ઉલ્લેખનીય છે કે જાણીતા મીટ કારોબારી મોઇન કુરેશીના કેસનો બંધ કરાવવાના બદલામાં સીબીઆઇના ડાયરેક્ટર રાકેશ અસ્થાનાએ બે કરોડની લાંચ લીધી હોવાના આરોપમાં સીબીઆઇ દ્વારા જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં દેશની ઇન્ટેલિજેન્સ એજન્સી રોના સ્પેશ્યલ ડાયરેક્ટર સમંશ્‌કુમાર ગોયલનું નામ પણ સામેલ છે.