loader

Breaking News


Home > Bollywood > Bigg Boss 11માં નજર આવશે દાઉદનો જમાઇ


Foto

Bigg Boss 11માં નજર આવશે દાઉદનો જમાઇ

Sept. 28, 2017, 7:16 p.m.
      Whatsapp   

સલમાન ખાનના શો બિગ બોસનું 11મું સીઝન 1 ઓક્ટોબરથી શરુ થવા જઇ રહ્યુ છે. ગયા વર્ષના સીઝનની જેમ આ વર્ષે પણ સામાન્ય લોકોને એન્ટ્રી મળશે. બિગ બોસ11માં એન્ટ્રી કરનાર ચાર પ્રતિયોગીતાનું નામ જાહેર થઇ ગયુ છે. શો ના નવા પ્રોમોમાં આ ચાર લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ચાર નામ સપના ચૌધરી, શિવાની દુર્ગા, જ્યોતિ કુમાર અને જુબૈર ખાન છે. આ ચારમાં સૌથી ખાસ નામ જુબૈર ખાનનું સામે આવી રહ્યું છે. જેનો સીધો કનેક્શન અંડરવર્લ્ડથી છે.

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની બહેન હસીના પારકરના જમાઇ જુબૈર ખાન બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેવા જઇ રહ્યો છે. દેખીતી રીતે આ સીઝનમાં દાઉદ અને હસીના પારકરથી જોડાયેલી ખાસ વાતો ટીવી મારફતે જાણવા મળશે. પ્રોમોમાં જુબૈર ખાન પોતાનો પરિચય આપતા કહે છે કે અંડરવર્લ્ડમાં તેના લગ્ન ભલે થયા છે પરંતુ તેણે પોતાની ઓળખ જાતે બનાઇ છે. જુબૈર એક ફિલ્મમેકર તરીકે ઇંડસ્ટ્રીમાં જોડાયેલા છે.

જુબૈર ભલે કહે કે તેના અંડરવર્લ્ડથી કોઇ કનેક્શન નથી છતા તે પોતાના સસુર દાઉદ ઉપર ફિલ્મ બનાવી ચૂક્યો છે. જો કે આ પહેલીવાર નથી કે કોઇ અંડરવર્લ્ડથી સંબંધ રાખનાર પ્રતિયોગીને જગ્યા મળી હોય. આ પહેલા ડોન અબૂ સલેમની ગર્લફ્રેન્ડ મોનિકા બેદી પણ બિગ બોસમાં નઝર આવી ચૂકી છે.

હાર્દિક શાહ