loader

Breaking News


Home > Bollywood > બિગ બોસ 11 : જુબૈરે આપી સલમાનને ધમકી, હિમ્મત હોય તો એકલો મળે


Foto

બિગ બોસ 11 : જુબૈરે આપી સલમાનને ધમકી, હિમ્મત હોય તો એકલો મળે

Oct. 10, 2017, 7:21 p.m.
      Whatsapp   

માનવમિત્ર, બોલીવુડ : બિગ બોસનાં ઘરમાં આ વખતે એવા સદસ્યો આવ્યા છે જેના લીધે સલમાન ખાનની હોસ્ટની ભૂમિકા આસાન રહેશે નહી. જુબૈર ખાનની સાથે થયેલ તેમની વાતચીત બાદ જુબૈર ખાને આ બાબતને બહુ મોટો ઇશ્યૂ બનાવી દીધો છે. જુબૈર ખાને પોલીસ સ્ટેશનમાં સલમાન ખાન વિરુદ્ધ ધમકી આપવાની ફરિયાદ દાખલ કરાવી દીધી છે અને હવે મીડિયામાં અત્યાર સુધી તે સલમાન ખાનનાં વિરુદ્ધમાં મનમાં આવે તે કહી રહ્યા છે. જુબૈરે સલમાનને નિશાનો બલાવતી કહ્યુ છે કે સુપરસ્ટારે બિઇંગ હ્યુમનથી પોતાની બેડ બોયની છબી સુધારવાનો પ્રયત્ન કર્યો છે.



જુબૈરે કહ્યુ કે સલમાન બિઇંગ હ્યુમનની વાત કરે છે, તમે પોતાની છબી કાર એક્સીડન્ટ બાદ બદલી છે. અમે તારા વિશે બધુ જાણીએ છીએ અને તે પણ કે તમે કઇ એક્ટ્રેસની સાથે ફરી રહ્યા છો. જુબૈર આટલાથી ના રોકાતા સલમાન ખાનને ધમકી આપી ચૂકેલ છે તેણે સલમાનને બોડીગાર્ડ વિના મળવાની પડકાર આપી છે. તેણે કહ્યુ કે સલમાન ચાહે તે જગ્યાએ મને બોલાવી શકે છે પરંતુ તે જગ્યાએ મારા અને સલમાન સિવાય કોઇ હોવુ જોઇએ નહી તેના બોડી ગાર્ડ પણ નહી અને જો સલમાન ચાહે તો બોડીગોર્ડ સાથે આવી શકે છે તેમા તેની હિમ્મતની પણ દરેકને ખબર પડી જશે. જુબૈરે બિગ બોસને એક સ્ક્રીપ્ટેડ રીયાલિટી શો બતાવ્યો છે.

હાર્દિક શાહ