loader

Breaking News


Home > Bollywood > Bigg Bossનાં આ કપલે કર્યા લગ્ન, બે દિવસ બાદ કરી ફેન્સને જાણ


Foto

Bigg Bossનાં આ કપલે કર્યા લગ્ન, બે દિવસ બાદ કરી ફેન્સને જાણ

March 6, 2018, 7:39 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : Bigg Bossનાં એક કપલે ગુપચુપ લગ્ન કર્યા હોવાની ખબર સામે આવી છે. આ કપલ છે કીથ સેકુએરા અને રોશેલ મારિયા રાવ. Bigg Bossમાં ભાગ લઇ ચુકેલા આ કંટેસ્ટન્ટએ પોતાના લગ્નનાં ફોટો શેયર કરી ફેન્સને તેમના લગ્નની જાણકારી આપી છે. કીથ અને રોશેલે 3 માર્ચનાં રોજ તમિલનાડુનાં મહાબલીપુરમ ખાતે લગ્ન કર્યા હતા.




Bigg Boss સીઝન 9માં ભાગ લઇ ચુકેલા આ કપલે લગ્નનાં બે દિવસ બાદ ઇસ્ટાગ્રામમાં પોતાના લગ્નની જાણકારી આપી હતી. વ્હાઇટ વેડિંગ દરમિયાન રેશેલે સફેદ રંગનો ગાઉન પહેર્યો હતો, જ્યારે કીથ લાઇટ બ્લ્યૂ સૂટમાં દેખાયો હતો. કીથ અને રોશેલ તેમના વેડિંગ ફોટોમા એટલા સુંદર દેખાય છે કે તેમના ફેન્સ પણ કહેવા લાગ્યા કે ‘રબને બના દી જોડી’.