loader

Breaking News


Home > National > બિહાર : એક લાખ છોકરીઓને સુરક્ષા એપ અને મરચાંનો સ્પ્રે આપશે કોંગ્રેસ


Foto

બિહાર : એક લાખ છોકરીઓને સુરક્ષા એપ અને મરચાંનો સ્પ્રે આપશે કોંગ્રેસ

Aug. 28, 2018, 2:33 p.m.
      Whatsapp   

માનવમિત્ર, પટના : બિહારનાં ઘણા બાલિકા ગૃહોમાં બાળકીઓ સાથે કથિત યૌન શોષણ અને મહિલાઓ પર અત્યચારની ઘટનાઓને નજરમાં રાખીને કોંગ્રેસ આગામી થોડા મહિનાઓમાં રાજ્યની એક લાખ છોકરીઓને વિશેષ સુરક્ષા એપ અને મરચાંના સ્પ્રે આપશે. કોંગ્રેસે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની જન્મ જયંતિ મિમિતે 20 ઓગષ્ટથી આ વિશેષ ઇન્દિરા શક્તિ એપની શરૂઆત કરી હતી. તેઓનું કહેવું છે કે મહિલા સુરક્ષા માટે એપ સુવિધા અને મરચાંના સ્પ્રે વિતરણ કરવાનો તેમનો ઈરાદો રાજકીય નથી. જો કે વિરોધી પક્ષોએ તેને રાજકીય પગલું ગણાવ્યું છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ - પ્રભારી રાજેશ લીલૌથિયાનું કહેવું છે કે આવનારા ત્રણ - ચાર મહિનાની અંદર પાર્ટીએ મહિલા કોંગ્રેસ અને એનએસયુઆઈનાં કાર્યકરોની મદદથી એક લાખ છોકરીઓને મોબાઈલ ફોનમાં આ એપ ડાઉનલોડ કરાવવા તેમજ તેમને મરચાં સ્પ્રે આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે અમે અમારા દરેક જિલ્લા પ્રભારીને જવાબદારી આપી રહ્યા છે કે તેઓ આ અભિયાનને તાલુકા અને ગામ કક્ષા સુધી લઇ જાય.