loader

Breaking News


Home > Gujarat > અમદાવાદમાં દારૂ કરતાં બિયરનું વેચાણ વધ્યું, વિધાનસભામાં નશાબંધી વિભાગે આપી માહિતી


Foto

અમદાવાદમાં દારૂ કરતાં બિયરનું વેચાણ વધ્યું, વિધાનસભામાં નશાબંધી વિભાગે આપી માહિતી

March 30, 2018, 12:23 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજ્યમાં બેરોકટોક દારુ તો વેચાય જ છે ઉપરાંત સરકાર દ્વારા દારૂ વેચવાનો પરવાનો આપવામાં આવ્યો હોય તેનું પ્રમાણ પણ વધુ છે. વિધાનાસભામાં નશાબંધી વિભાગે દારૂ અંગેની માહિતી આપી હતી. આ માહિતી મુજબ જે હોટલોએ પરવાનો લીધો હોય તેઓએ ૩૮૦ લિટર દારુ અને ૨૧૮૯ લિટર બીયર વેચ્યો છે.

દારૂનાં વેચાણ અંગે વ્યારાનાં ધારાસભ્ય પુનાભાઈ ગામીતે અમદાવાદ અને તાપી જીલ્લામાં કેટલું વેચાણ થયું છે તે અંગેનો પ્રશ્ન પૂછ્યો હતો તેનો ઉપર મુજબ જવાબ આપવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદની હોટલોમાં કુલ મળીને ૪૫૯.૫૯ લાખ રૂપિયાનાં દારૂનું વેચાણ થયું હતું જેમાં ૧૪૫ લાખ રૂપિયાની આવક સાથે હોટલ પ્રેસિડેન્ટ સૌથી મોખરે રહી છે.અત્રે એ સવાલ પણ ઉપસ્થિત થાય છે કે પરમિટવાળો દારુ પણ આટલા મોટા જથ્થામાં વેચાય છે ત્યારે ગેરકાયદે દારુનો ધંધો રાજ્યમાં કેટલો ફૂલ્યો ફાલ્યો હશે.