loader

Breaking News


Home > Gujarat > અમદાવાદનાં નવા મેયર તરીકે બિજલ પટેલ અને ડે.મેયર તરીકે દિનેશ મકવાણાની થઇ વરણી


Foto

અમદાવાદનાં નવા મેયર તરીકે બિજલ પટેલ અને ડે.મેયર તરીકે દિનેશ મકવાણાની થઇ વરણી

June 15, 2018, 10:36 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અમદાવાદનાં નવા મેયર સહિતનાં હોદ્દેદારોની ગુરુવારે સવારે મળનારી મ્યુનિ.બોર્ડ બેઠકમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. મેયર પદે પાલડી વોર્ડનાં મહિલા કોર્પોરેટર બિજલ પટેલ અને ડે. મેયર પદે દિનેશ મકવાણાની જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન પદે મણિનગર વોર્ડનાં અમૂલ ભટ્ટની પસંદગી કરાઈ હતી.



ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં થયેલા જ્ઞાતિવાદી આંદોલનો અને તેના કારણે સર્જાયેલા રાજકીય માહોલને ધ્યાનમાં લઈ મોવડી મંડળ જ્ઞાતિ જાતિનાં સમીકરણો બેસાડીને નવા મેયરની વરણી કરી છે. ખાસ કરીને આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને બીજેપીએ એક પાટીદાર અને તે પણ મહિલાને શહેરનું સુકાન સોંપ્યું છે. એક ચર્ચા મુજબ, બીજેપીનાં એક વરિષ્ઠ નેતા પટેલ મેયરનો આગ્રહ રાખતા હતા. આથી બીજેપીએ જો કોઈ પટેલને મેયર બનાવવામાં આવે તો સ્ટેન્ડિંગ કમિટીનું ચેરમેન પદ બ્રાહ્મણને આપવાની ફોર્મ્યુલા અપનાવી છે. છેલ્લા અઢી વર્ષમાં અમદાવાદ મહાનગરપાલિકામાં શાસક પક્ષ બીજેપીની પ્રતિષ્ઠાનું સારું એવું ધોવાણ થયું છે. તેમજ હાઈ કમાન્ડે ૨૦૧૯માં આવી રહેલી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.