loader

Breaking News


Home > Gujarat > પાટનગરમાં ચોર બન્યા બિંન્દાસ, પોલીસનાં ઘરે જ કરી ચોરી


Foto

પાટનગરમાં ચોર બન્યા બિંન્દાસ, પોલીસનાં ઘરે જ કરી ચોરી

May 22, 2018, 1:07 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : પાટનગર હવે ચોરી માટે આદર્શ જગ્યા બની ગઇ હોય તેવુ લાગી રહ્યુ છે. સક્રિય બનેલા ચોર હવે એટલા બિંન્દાસ બની ગયા છે કે તેમણે પોલીસનાં ઘરને પણ પોતાનું શિકાર બનાવવામાં છોડ્યુ નથી. સેક્ટર-3માં રહેતા એક પોલીસ કર્મચારીનાં ઘરમાં ચોરે કુલ રૂપિયા 61 હજારની લૂંટ મચાવી હતી.



સેક્ટર-21માં ફરજ બજાવતા નગીનકુમાર અમૃતભાઇ દેસાઇ પોતાના વતન લગ્ન પ્રસંગે ગયા હતા, ત્યારે આ તસ્કરોએ ઘર બંધ જોઇ દાગીનાં અને માતાજીની ચાંદીની મૂર્તી સહિત કુલ રૂપિયા 61 હજારની ચોરી કરી હતી. આ મામલે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને ઝડપથી આ તસ્કરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

સુત્રોનાં જણાવ્યાં મુજબ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નગીનભાઇ પહેલી મે નાં રોજ પોતાના ઘરને બંધ કરી વતન ગયા હતા. પરંતુ જ્યારે 19મી મે ના રોજ તેમના પડોશી મહિલાએ જોયુ કે તેમના ઘરનું તાળુ તુટેલુ છે એટલે તેમણે તુરંત જ નગીનભાઇને ફોન કરી જણાવ્યું હતુ. નગીનભાઇને જાણ થતા તેઓ ઘરે આવ્યા અને જોયુ કે તેમની તિજોરીનું ડ્રોવર તુટી ગયુ છે અને ચોર કુલ રૂપિયા 61 હજારની લુંટ મચાવી ગયા છે. આ કિસ્સાએ એક વાત સ્પષ્ટ કરી છે કે જો પોલીસનું ઘર જ સુરક્ષિત નથી તો સામાન્ય લોકોનાં ઘરને નિશાન બનાવવું ચોર માટે કોઇ મોટી વાત નથી.