loader

Breaking News


Home > Bollywood > રિયાલીટી શોમાં કામ કરવા ખુબ ઇચ્છુક ઃ બિપાશા બસુ


Foto

રિયાલીટી શોમાં કામ કરવા ખુબ ઇચ્છુક ઃ બિપાશા બસુ

Sept. 1, 2017, 10 a.m.
      Whatsapp   

મુંબઈ ઃ અભિનેત્રી બિપાશા બસુએ કહ્યું છે કે, તે રિયાલીટી શોમાં કામ કરવા માટે ઇચ્છુક છે. પોતાની ખુબસુરતીના રાજ અંગે વાત કરતા બિપાશાએ કહ્યું હતું કે, તેના ચાહકો તરફથી તેને ખુબ સમર્થન મળી રહ્યું છે.

એક કાર્યક્રમમાં પોતાના પતિ કરણસિંહ ગ્રોવર સાથે પહોંચેલી બિપાશાએ કહ્યું હતું કે, તે ડિઝાઈનિંગ ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે. તે ડિઝાઇનર જાડી ફાલ્ગુની અને સેન પીકોક માટે રેંમ ઉપર પણ ઉતરી હતી. બિપાશાએ ટેલિવિઝન ઉપર રિયાલીટી શોમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ફેશન ઉદ્યોગમાં આવી રહેલી તેજી અંગે બિપાશાએ ખુશી વ્યક્ત કરી હતી.



મોડલ તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરનાર બિપાશાએ ઉદ્યોગમાં પોતાની શરૂઆતના દિવસોની યાદ તાજી કરી હતી. રેમ્પ ઉપર વોક કરવામાં તેને આનંદ આવે છે. મોડલિંગ કેરિયરના સમયથી તે લેકમે ફેશન ઉદ્યોગ સાથે જાડાયેલી રહી છે. આગામી ફિલ્મોના સંદર્ભમાં વાત કરતા ૩૮ વર્ષીય અભિનેત્રીએ કહ્યું હતું કે, તેના ચાહકો તેની નવી ફિલ્મોની રાહ જાઇ રહ્યા છે તે બાબતથી તે વાકેફ છે પરંતુ હાલમાં લગ્ન પછીની લાઈફની મજા માણી રહી છે. બિપાશાએ કહ્યું હતું કે, કરણસિંહ ગ્રોવરની સાથે તે ટૂંક સમયમાં જ ફરી ફિલ્મોમાં પ્રવેશ કરશે. આગામી દિવસોમાં ફિલ્મની જાહેરાત કરવામાં આવશે. ઘણીબધી પટકથા હાલમાં વાંચી છે. આગામી ફિલ્મ કોમેડી ફિલ્મ રહેશે. કરણસિંહ ગ્રોવર સાથે કામ કરવાને લઇને પુછવામાં આવતા બિપાશાએ કહ્યું હતું કે, જા સારી પટકથા મળશે તો ચોક્કસપણે સાથે કામ કરીશું. બિપાશા કરણ સાથે ફિલ્મ અલોનમાં પણ નજરે પડી હતી જે ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી.