loader

Breaking News


Home > Gujarat > બિટકોઇન કેસમાં ૯ પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી, ત્રણની ધરપકડ


Foto

બિટકોઇન કેસમાં ૯ પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી, ત્રણની ધરપકડ

April 10, 2018, 1 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમરેલી : સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી બિટકોઇન પડાવી રૂ.૩૨ કરોડની હવાલા મારફતે ટ્રાન્સફર કરવાની માંગણીના ચકચારભર્યા પ્રકરણમાં આજે સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ અમરેલીમાં જુદી જુદી છ ટીમોની મદદથી જુદા જુદા સ્થળોએ દરોડા પાડયા હતા. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં એલસીબી પીઆઇ સહિત કુલ નવ પોલીસ કર્મચારીઓ સામે ગંભીર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાંથી ત્રણ પોલીસ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવતાં સમગ્ર રાજયના પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

સીઆઇડી ક્રાઇમ દ્વારા આ સમગ્ર બિટકોઇન મામલાની તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના પણ કરવામાં આવી છે, જેમાં ડીવાયએસપી સૈય્યદ તપાસનો મુખ્ય દોર સંભાળશે. સૌથી મહત્વની અને નોંધનીય વાત એ છે કે, સીઆઇડી ક્રાઇમે આ સમગ્ર પ્રકરણમાં આરોપી પોલીસ કર્મચારીઓ વિરૂધ્ધ અપહરણ, ખંડણી અને ગુનાહિત કાવતરા સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. જેની તપાસ ચલાવાઇ રહી છે અને આગામી દિવસોમાં વધુ પોલીસ કર્મચારીઓની ધરપકડની શકયતાઓ બળવત્તર બની છે.