loader

Breaking News


Home > Gujarat > બિટકોઇન કેસઃ૧૦ આરોપી વિરૂદ્ધ સમન્સ જારી થયા


Foto

બિટકોઇન કેસઃ૧૦ આરોપી વિરૂદ્ધ સમન્સ જારી થયા

May 25, 2018, 5:20 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાતભરમાં ખળભળાટ મચાવનારા બિટકોઇન કૌભાંડમાં મૂળ ફરિયાદી એવા કહેવાતા બિલ્ડર શૈલેષ ભટ્ટ જ મુખ્ય સૂત્રધાર આરોપી તરીકે નીકળ્યા બાદ અને શૈલેષ ભટ્ટ સહિતના ૧૦ આરોપીઓ સામે ખંડણી, અપહરણ સહિતના ગંભીર ગુનાની નવી ફરિયાદ દાખલ થયા બાદ હવે કેસના નવા ડેવલપમેન્ટમાં સીઆઇડી ક્રાઇમ દ્વારા શૈલેષ ભટ્ટ સહિતના દસ આરોપીઓને તપાસનીશ એજન્સી સમક્ષ હાજર થવા માટે સમન્સ જારી કરાયા છે.

બીજીબાજુ, આ કેસમાં હવે નાસતો ફરતો શૈલેષ ભટ્ટ હવે ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને વિદેશ ભાગી જવાની ફિરાકમાં છે, તેથી સીઆઇડી ક્રાઇમે શૈલેષ ભટ્ટને ઉઠાવવા માટે અલગઅલગ આઠ ટીમો બનાવી દોડતી કરી છે. શૈલેષ ભટ્ટને પકડવા માટે સીઆઇડી ક્રાઇમ દ્વારા દિલ્હી, મુંબઇ, ચંદીગઢ સહિતના સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે. તાજેતરમાં જ બિટકોઇન કૌભાંડ કેસમાં મુખ્ય સૂત્રધાર તરીકે ફરિયાદી શૈલેષ ભટ્ટનું નામ સામે આવ્યા બાદ સીઆઇડી ક્રાઇમે તેને પણ આરોપી બનાવી ૧૦ આરોપીઓ સામે નવી ફરિયાદ નોંધી હતી.