loader

Breaking News


Home > Gujarat > બિટકોઇન પ્રકરણ : અમરેલી પીઆઇ અનંત પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા


Foto

બિટકોઇન પ્રકરણ : અમરેલી પીઆઇ અનંત પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા

April 24, 2018, 3:56 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : બિટકોઇનના ચકચારભર્યા કેસમાં અમરેલી પીઆઇ અનંત પટેલની ધરપકડ બાદ હવે રાજયના પોલીસ મહાનિર્દેશક(ડીજીપી) શિવાનંદ ઝાએ આરોપી પીઆઇ અનંત પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. પીઆઇ અનંત પટેલને સસ્પેન્ડ કરાયાના સમાચાર વહેતાં થતાં જ રાજયભરના પોલીસ બેડામાં જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી અને ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી.

ચકચારભર્યા બિટકોઇન પ્રકરણમાં ગુનો નોંધાયા બાદ એક પછી એક પોલીસ કર્મચારી આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી હતી, ત્યારથી જ અમરેલી પીઆઈ અનંત પટેલ ગાયબ થઈ ગયા હતા. એક સમયે તેમની કાર પણ જંગલમાંથી મળી આવી હતી પરંતુ પીઆઈ ક્યાં છે તેની કોઈ માહિતી મળી નહોતી. આખરે ચાર દિવસ પહેલાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અડાલજ પાસે આવેલા સેન્ટોઝા બંગલો પાસેથી એક પાનના ગલ્લા પરથી પીઆઈ અનંત પટેલને સિફતતાપૂર્વક ઝડપી લીધા હતા.

પીઆઇ અનંત પટેલની ધરપકડના સમાચાર વહેતા થતાંની સાથે જ સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર અને ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. પોલીસે જ્યારે પીઆઈ અનંત પટેલની ધરપકડ કરી ત્યારે પોતાની ઓળખ છુપાવવા માટે મુંડન કરાવેલી હાલતમાં મળી આવ્યા હતા. જોકે ક્રાઈમ બ્રાંચની ટીમ તેમને ઓળખી લીધા હતા અને તેઓ ત્યાંથી ફરાર થાય તે પહેલા જ તેમની ધરપકડ કરી લીધી હતી.