loader

Breaking News


Home > National > દેશભરમાં ૨૯ રાજ્યોમાંથી ૨૧ રાજ્યોમાં ભાજપનો ભગવો


Foto

દેશભરમાં ૨૯ રાજ્યોમાંથી ૨૧ રાજ્યોમાં ભાજપનો ભગવો

May 15, 2018, 2:39 p.m.
      Whatsapp   

માનવમિત્ર,નવી દિલ્હી:કર્ણાટકની ચુંટણીમાં ભાજપના વિજય જાહેર સાથે જ સાથે જ આખા દેશભરમાં કુલ ૨૯ રાજ્યોમાંથી ૨૧ રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાયો છે ૨૧ રાજ્યોમાં ભાજપની સત્તા છે એટલે કે ૨૧ રાજ્યોમાં ભાજપનું રાજ ચાલે છે.૨૦૧૪માં જયારે ભાજપની સરકાર બની ત્યારે ભાજપ પાસે પાસે ફક્ત ૮ રાજ્યોમાં જ તેની સરકાર હતી ત્યારબાદ મોદી મેજિક સામે જાણે બધાયે ઘૂંટણ ટેકવી દીધા હોય તેમ વારાફરથી એક એક રાજ્ય ભગવામય બનતું જાય છે અને જ્યારથી નરેન્દ્ર મોદીનાં વડાપ્રધાન બન્યાં બાદ ભાજપની જીતવાની ભૂખ ખુબ જ વધી ગઈ છે.આનો બધો જ શ્રેય નરેન્દ્ર મોદીને જાય છે.ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, મણીપુર, ત્રિપુરા, નાગાલેન્ડ, મેઘાલય, રાજસ્થાન, સિક્કિમ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, અસમ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરપ્રદેશ, ગોવા, ઝારખંડમાં આ બધાં રાજ્યોમાં ભાજપની સત્તા છે અને ઘણી જગ્યાએ ભાજપે અન્ય પક્ષો સાથે મળીને પણ એનડીએની સરકાર બનાવી છે.કર્ણાટકમાં પણ બહુમત બનાવીને ભાજપ દેશનું ૨૧મું રાજ્ય ભગવામય બનાવી દીધું છે.ભારતમાં કુલ ૨૯ રાજ્યો અને સાત કેન્દ્રશાસિત પ્રદેશો છે, કોંગ્રેસ પાસે હવે ફક્ત પંજાબ, પોંડિચેરી અને મિઝોરમ એમ ત્રણ જ રાજ્યો બચ્યાં છે.