loader

Breaking News


Home > National > લોકતંત્રની હત્યા કરી રહી છે ભાજપ, અખિલેશ યાદવનાં પ્રહાર


Foto

લોકતંત્રની હત્યા કરી રહી છે ભાજપ, અખિલેશ યાદવનાં પ્રહાર

May 19, 2018, 1:09 p.m.
      Whatsapp   

માનવમિત્ર, લખનૌ : સમાજવાદી પાર્ટીનાં પ્રમુખ અને ઉત્તર પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કર્ણાટકમાં પેદા થયેલ સ્થિતિ અંગે નિવેદન આપ્યું છે. તેઓએ કોઈ નેતા કે રાજ્યનું નામ આપ્યા વગર લોકતંત્રની હત્યા કરવામાં આવી રહી છે તેવું જણાવ્યું હતું.

અખિલેશ યાદવે સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ ફેસબુક પેજ પર એક પોસ્ટ મૂકી છે જેમાં લખ્યું છે કે આજે ફરી લોકતંત્રની શપથ લેવામાં આવશે, આજે ફરી એક વાર હત્યા કરવામાં આવશે, આજે ફરી સત્તાની ધાક દેખાશે અને જમીરનું બજાર ભરાશે, આજે ફરી આઝાદી થોડી વધુ મરી જશે "

ઉલ્લેખનીય છે કે આ પોસ્ટથી તેઓએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે અને અ પોસ્ટ પણ કર્ણાટક ચુંટણીને અનુલક્ષીને મુકવામાં આવી છે. જેમાં ભાજપ પર લોકતંત્રની હત્યાનો આરોપ દર્શાવવામાં આવ્યો છે.