loader

Breaking News


Home > National > JDS નાં ધારાસભ્યોને ભાજપે આપી ૧૦૦ કરોડ અને કેબીનેટ પદની ઓફર, કુમારસ્વામીનો આક્ષેપ


Foto

JDS નાં ધારાસભ્યોને ભાજપે આપી ૧૦૦ કરોડ અને કેબીનેટ પદની ઓફર, કુમારસ્વામીનો આક્ષેપ

May 17, 2018, 4:09 a.m.
      Whatsapp   

માનવમિત્ર, બેંગ્લોર : જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ જણાવ્યું હતું કે તેમનાં ધારાસભ્યોને ભાજપ દ્વારા ૧૦૦ કરોડ અને કેબીનેટ પદની ઓફર આપવામાં આવી છે. તેઓએ જણાવ્યું હતું કે તે નથી ઇચ્છતા કે કર્ણાટકમાં ધારાસભ્યોનું ખરીદ વેચાણ થાય. કુમારસ્વામીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ભાજપની અશ્વમેઘ યાત્રા ઉત્તરથી શરુ થઈને અને તેના ઘોડાને કર્ણાટકમાં રોકી લેવામાં આવ્યો છે.

વધુમાં કુમારસ્વામીએ જણાવ્યું હતું કે જો ભાજપ અમારો એક ધારાસભ્ય તોડશે તો અમે સામે ભાજપનાં બે ધારાસભ્યોને તોડી લાવશું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ઓપરેશન કમળને ભૂલી જવું જોઈએ. ભાજપ કંઇ પણ કરી લે અમારા ધારાસભ્યો અમારી પાસે છે. ઉલ્લેખનીય છે કે કુમારસ્વામીને આજે જેડીએસનાં નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. બીજી બાજુ ભાજપના ધારાસભ્યોએ બીએસ યેદીયુરપ્પાને પોતાનાં નેતા ચૂંટ્યા હતા.