loader

Breaking News


Home > National > જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ સાથે સરકાર બનાવી શકે છે ભાજપ


Foto

જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ સાથે સરકાર બનાવી શકે છે ભાજપ

Aug. 25, 2018, 12:37 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજભવનમાં સત્યપાલ મલિકનાં આવ્યાં બાદ સત્તાનાં સમીકરણો બદલાઈ રહ્યા છે. સુષુપ્ત વિધાનસભાને ભાજપ અને નેશનલ કોન્ફરન્સ ગઠબંધન સરકાર બનાવવાની અટકળો શરુ થઇ ગઈ છે. આ અટકળો ખોટી નથી કેમ કે રાજનીતિમાં નાં કોઈ સ્થાઈ મિત્ર હોય ના કોઈ સ્થાઈ દુશ્મન હોઈ શકે.

નેશનલ કોન્ફરન્સનાં અધ્યક્ષ ડૉ. ફારુક અબ્દ્દુલ્લા જે થોડા સમય અગાઉ રાજકારણમાં નિષ્ક્રિય હતા તે હવે પૂરી રીતે સક્રિય થઇ ગયા છે. તે દિલ્હીથી કાશ્મીર સુધીનાં રાજભવન સુધી નજરે પડી રહ્યાં છે. તેમણે જે રીતે બુધવારે રાજ્યપાલ સત્યપાલ મલિકની શ્રીનગર એરપોર્ટ પર સ્વાગત કર્યું તેમજ રાજભવનમાં સક્રિય જોવા મળ્યા હતા. જેને કારણે નેશનલ કોન્ફરન્સ અને ભાજપ વચ્ચે કોઈ નવી શરૂઆત થાય તેવી શકયતા જોવાઈ રહી છે.