loader

Breaking News


Home > Gujarat > ભાજપે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો, કોંગ્રેસ આંદોલન કરી લડત આપશે : પરેશ ધાનાણી


Foto

ભાજપે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો, કોંગ્રેસ આંદોલન કરી લડત આપશે : પરેશ ધાનાણી

April 26, 2018, 12:29 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ શાસિત પંચાયતોમાં ભાજપ સરકાર ભેદભાવભરી નીતિ અપનાવી રહી છે. તેઓએ જણાવ્યું હતું કે ભાજપે ગાંધીજીના ગ્રામ સ્વરાજનાં સપનાને ભાંગ્યું છે તેમજ જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યું છે.

પરેશ ધાનાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ કહ્યું હતું કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી બોલનારા નરેન્દ્ર મોદીના પક્ષમાં જ ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે. સરકારી અધિકારીઓ માલ ખાય છે જયારે કમલમમાં પાછલાં બારણે કોથાળાઓ ભરીને રૂપિયા ઠલવાઈ રહ્યા છે.

ગાંધીનગરમાં પરેશ ધાનાણીએ આપેલ ફાયરબ્રાંડ ભાષણથી ભાજપની છાવણીમાં પણ સોંપો પડી ગયો હતો. તેઓએ પંચાયત પરિષદમાં જણાવ્યું હતું કે ગુજરાત હવે તમારી પાસે આંદોલનની રાહ જોઈને બેઠું છે. આપને શિસ્તબદ્ધ સૈનિકોએ છીએ અને ભાજપ સામે લડત આપીશું. તેઓએ ભાજપને મોઘમમાં કહ્યું હતું કે કોંગ્રેસની ઈજ્જત પર કલંક લગાવવાનો કોઈને અધિકાર નથી.