loader

Breaking News


Home > Gujarat > રાજ્યસભાની ચુંટણી માટે ભાજપ- કોંગ્રેસે ત્રણ ત્રણ ફોર્મ ભરાવતા ભારે રસાકસીનાં એંધાણ


Foto

રાજ્યસભાની ચુંટણી માટે ભાજપ- કોંગ્રેસે ત્રણ ત્રણ ફોર્મ ભરાવતા ભારે રસાકસીનાં એંધાણ

March 13, 2018, 2:23 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજયસભાની ચાર બેઠકો માટે ગુજરાતમાંથી ભાજપ અને કોંગ્રેસના ત્રણ-ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જો કે, છેલ્લી ઘડીયે ભાજપે પોતાના વધુ એક ઉમેદવાર પાસે ફોર્મ ભરાવ્યું છે. રાજયસભાની ચાર બેઠકો માટે આ વખતે ભાજપ અને કોંગ્રેસના ત્રણ-ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભરતાં ફરી એકવાર રાજયસભાની ચૂંટણીમાં નાટયાત્મક વળાંક આવ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જેમ રાજયભાની ચૂંટણીમાં પણ કાંટાની ટક્કર અને જારદાર રસાકસી જાવા મળે તેવી સ્થિતિ સર્જાઇ છે. ભાજપે છેલ્લી ઘડીયે ત્રીજા ઉમેદવાર તરીકે કિરીટસિંહ રાણાને મેદાનમાં ઉતાર્ય હતા તો, કોંગ્રેસે પણ સેફ સાઇડ ગેમના ભાગરૂપે પી.કે.વાલેરાને અપક્ષ ઉમેદવારી કરાવી હતી. તા.૨૩મી માર્ચે રાજયસભાની પ્રતિષ્ઠાભરી અને કાંટાની ટક્કરવાળી રસાકસીભરી ચૂંટણી યોજાશે. આ અગાઉ યોજાયેલ રાજ્યસભાની ચુંટણીમાં ભારે રસાકસી થઇ હતી.