loader

Breaking News


Home > Gujarat > BJPએ ડૉ. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરી,તો દલિત કાર્યકરોએ શુદ્ધિકરણ કર્યું.


Foto

BJPએ ડૉ. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરી,તો દલિત કાર્યકરોએ શુદ્ધિકરણ કર્યું.

April 14, 2018, 11:25 a.m.
      Whatsapp   

માનવમિત્ર,વડોદરા: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 127મી જન્મ જયંતિની ઉજવણીના પ્રસંગે કેન્દ્રિય મંત્રી મેનકા ગાંધીના આગમનના પગલે પોલીસે દલિત કાર્યકરોને ડૉ. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરતાં અટકાવ્યા હતા. જેના પગલે ભારે હોબાળો મચ્યો હતો. હોબાળા વચ્ચે પણ ભાજપ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ કરતાં દલિત કાર્યકરો દ્વારા ડૉ. આંબેડકરની પ્રતિમાનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. બાદમાં ફરીથી દલિત કાર્યકરોએ પુષ્પાંજલિ કાર્યક્રમ કર્યો હતો.

વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીએ ગત રોજ નિવેદન આપ્યું હતું કે, ડૉ. બાબાસાહેબની જન્મજયંતિ નિમિત્તે ભાજપના કાર્યકરોએ બાબાસાહેબની પ્રતિમાને હાથ લગાવવા નહીં દઈએ. જે બાદ વડોદરામાં શહેર ભાજપ દ્વારા પોલીસના સહારે પ્રોટોકોલના ઓથા હેઠળ રેસકોર્ષ ખાતે આવેલી ડૉ. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જ્યારે દલિત કાર્યકરોને પોલીસે પ્રતિમા સુધી જતાં અટકાવ્યા હતા. જેના પગલે દલિત કાર્યકરોએ પોલીસ અને ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

ભાજપનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દલિત આગેવાનો અને કાર્યકરોએ દુધ અને પાણી વડે ડૉ. બાબાસાહેબની પ્રતિમાનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. જે બાદ દલિત કાર્યકરોએ બાબાસાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી ડૉ. બાબાસાહેબની 127મી જન્મ જયંતિની ઉજવણી કરી હતી. દિવસ દરમિયાન અન્ય સ્થળોએ પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.