loader

Breaking News


Home > Gujarat > દેશભરમાં કોંગ્રેસ સામે ભાજપનું આજે ઉપવાસ આંદોલન, ગાંધીનગરમાં પણ યોજાયા સામુહિક ઉપવાસ


Foto

દેશભરમાં કોંગ્રેસ સામે ભાજપનું આજે ઉપવાસ આંદોલન, ગાંધીનગરમાં પણ યોજાયા સામુહિક ઉપવાસ

April 12, 2018, 12:25 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : કોંગ્રેસના વિરોધમાં આજે ભાજપ દ્વારા ૩૬ જેટલા સ્થળે પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું. સંસદની કામગીરી ખોરવવા બદલ કોંગ્રેસના વિરોધમાં ભાજપે આજે રાજ્યના ૩૬ સ્થળોએ પ્રતિકાત્મક ઉપવાસ - ધરણાનું આયોજન કર્યું છે. જેમાં સરકારનાં મંત્રીઓથી લઈને સાંસદો પણ જોડાયા હતા.

વધુમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતે અમદાવાદ લાલદરવાજા ખાતે ઉપવાસ પર બેસીને ગાંધીનગરનું સરકારી કામકાજ કાર્યરત કરશે તેવી માહિતી મળેલ છે. ત્યારે નીતિન ભાઈ પટેલ, જીતુ વાઘાણી તમામ મંત્રીઓ, પદાધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. ગાંધીનગરમાં પણ સેક્ટર ૬ નાં મેદાનમાં ભાજપનાં કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.