loader

Breaking News


Home > Gujarat > ભાજપ પોતાનાં શાસનનો હિસાબ આપે, આ સરકાર ગેમચેન્જર નહિ પણ નેમ ચેન્જર : શંકરસિંહ વાઘેલા


Foto

ભાજપ પોતાનાં શાસનનો હિસાબ આપે, આ સરકાર ગેમચેન્જર નહિ પણ નેમ ચેન્જર : શંકરસિંહ વાઘેલા

Sept. 18, 2018, 5:24 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : રાજ્યના દિગ્ગ્જ નેતા શંકરસિંહ વાઘેલાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ચાર વર્ષના પોતાના કામોનો હિસાબ આપવું જોઈએ. તેઓએ જણાવ્યું હતું કે ડોલર સામે રૂપિયો ગગડે તેમાં કેન્દ્ર સરકાર જવાબદાર છે.

તેઓએ જણાવ્યું હતું કે આજના ઠરાવમાં મને ગઠબંધનનું નેતૃત્વ કરવાનું કહ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે દેશમાં ભાજપ સામે બધા પક્ષોને ભેગા કરવાનું મારુ કામ છે. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે હું કોઈપણ પક્ષમાં જોડાવવાનો નથી પરંતુ ફક્ત ભાજપ સરકાર સામે લડવાનો છું. આ ઉપરાંત શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 2014 માં વિદાય આપતા કહ્યું હતું કે તમે આ દેશને અને રાજ્યની પ્રજાને વચનો આપ્યા છે. તેમણે હિસાબ માંગતા જણાવ્યું હતું કે આ વ્યક્તિગત ઉઘરાણી નથી પરંતુ પ્રજા વતી ઉઘરાણી છે.