loader

Breaking News


Home > Gujarat > ભાજપ સરકારમાં ગુજરાત રોગપ્રતિરક્ષા રસીકરણમાં રાષ્ટ્રીય સરેરાશ કરતા પાછળ, કોંગ્રેસે લગાવ્યોં આરોપ


Foto

ભાજપ સરકારમાં ગુજરાત રોગપ્રતિરક્ષા રસીકરણમાં રાષ્ટ્રીય સરેરાશ કરતા પાછળ, કોંગ્રેસે લગાવ્યોં આરોપ

July 28, 2018, 10:07 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : મોડેલ રાજ્ય નં. ૧ ની દાવા કરતી ભાજપ સરકારમાં ગુજરાત રોગપ્રતિરક્ષા રસીકરણ (ઈમ્યુનાઈઝેશન) ક્ષેત્રે દેશના અન્ય રાજ્યો કરતા અને રાષ્ટ્રીય સરેરાશ કરતા પાછળ છે. ગુજરાતમાં રોગપ્રતિરક્ષા રસીકરણનું કવરેજ ૭૩ટકા છે. જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ સરેરાશ ૭૯ટકા છે. ભાજપ સરકાર આરોગ્ય સેવાની નિષ્ફળતા પોલ ખોલતો રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થા (WHO) એ ખુલ્લી પાડી દીધી છે.

આ અંગે ભાજપ સરકારની આરોગ્ય ક્ષેત્રેની નિષ્ફળતા પર આકરા પ્રહાર કરતા કોંગ્રેસ પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વિવિધ દેશોના રોગપ્રતિરક્ષા રસીકરણ અંગેના અહેવાલમાં બાળકોને રસીકરણમાં અસમાનતા સાથે DTP3 – ડીપ્થેરીયા, ટીટાનસ, પરટ્યુસીસ રસી અંગેમાં સ્પષ્ટપણે ગુજરાતમાં ૭૨.૮ ટકા જ રોગપ્રતિરક્ષા રસીકરણ કવરેજ જ્યારે દેશમાં ૭૮.૩૮ ટકા સરેરાશ રોગપ્રતિરક્ષા રસીકરણ એટલે કે ગુજરાત કરતાં વધુ સારુ રોગપ્રતિરક્ષા રસીકરણ સામાજિક ક્ષેત્રમાં જેમનું નબળુ પરિણામ છે તેવા બિહાર, ઝારખંડ, છત્તીસગઢમાં પણ ૮૦.૬ ટકા, ૮૨.૨ ટકા અને ૯૭.૭ ટકા રોગપ્રતિરક્ષા રસીકરણની કામગીરી થયેલ છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના ૨૧ રાજ્યો માટેના અહેવાલમાં રોગપ્રતિરક્ષા રસીકરણમાં ૯૪.૫ ટકા સાથે સૌથી સારી કામગીરી પંજાબ રાજ્યની છે. જ્યારે ગુજરાત ૧૭ ક્રમ સાથે છેવાડાનું રાજ્ય આરોગ્ય ક્ષેત્રે જાહેર થયું છે. ગતિશીલ, પ્રગતિશીલ અને વાયબ્રન્ટના સૂત્રો આપતી ભાજપ સરકારની નબળી કામગીરીની સીધી અસર ગુજરાતના સામાન્ય-મધ્યમ વર્ગના નાગરિકોના આરોગ્ય પર પડી છે.