loader

Breaking News


Home > Gujarat > રાજ્યનાં તમામ વર્ગો અને સમાજના વિકાસ માટે ભાજપ સરકાર કટિબદ્ધ : જીતુ વાઘાણી


Foto

રાજ્યનાં તમામ વર્ગો અને સમાજના વિકાસ માટે ભાજપ સરકાર કટિબદ્ધ : જીતુ વાઘાણી

Sept. 7, 2018, 10:21 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : પાટીદાર અનામત મુદ્દે નિવેદન આપતા જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, લોકતંત્રમાં આંદોલન કરવાનો તેમજ પોતાની માંગણીઓ મુકવાનો બધાને અધિકાર છે પરંતુ પોતાની માંગ પુરી કરવા જબરજસ્તી કરવી તેવું ક્યારેય ગાંધીજીએ પણ કહ્યું નથી. સરકાર એ તમામ સમાજ અને વર્ગોનું હિત જોવાનું હોય છે. ત્યારે બંધારણના નીતિ-નિયમોને આધારિત યોગ્ય માંગણીઓ હોય તો સરકાર ચોક્કસથી તેનો સ્વીકાર કરે પરંતુ માત્રને માત્ર પોતાના રાજકીય રોટલા શેકવા માટે ઇમોશનલ બ્લેકમેઇલીંગ કરવું તે વ્યાજબી નથી.

વધુમાં તેમણે કહ્યું હતું કે ભાજપા સરકારે બંધારણની મર્યાદામાં રહીને એસ.સી.એસ.ટી. તથા ઓબીસીની અનામત જળવાઇ રહે તે રીતે બીન અનામત આયોગ/નિગમ, યુવા સ્વાવલંબન યોજના વગેરે જેવા અનેક પગલાંઓ બીનઅનામત સમાજના હિત માટે લીધા છે. ત્યારે ફરીથી કહું છું કે, રાહુલ ગાંધી ખુલ્લો પત્ર લખીને જાહેર કરે કે શું કોંગ્રેસ પાટીદાર સમાજને ઓબીસીમાંથી અનામત આપશે ?

કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં તેઓએ કહ્યું હતું કે પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા હવાતિયા મારતી કોંગ્રેસ હવે આવેદન પત્રો આપી સમાજ અને પ્રજાને ગેરમાર્ગે દોરવાના નિષ્ફળ પ્રયાસો કરી રહી છે.