loader

Breaking News


Home > National > ભાજપ સરકાર દરેક ક્ષેત્રે નિષ્ફળ નીવડી, ગરીબોનું કર્યું શોષણ : માયાવતી


Foto

ભાજપ સરકાર દરેક ક્ષેત્રે નિષ્ફળ નીવડી, ગરીબોનું કર્યું શોષણ : માયાવતી

May 26, 2018, 3:25 p.m.
      Whatsapp   

માનવમિત્ર, લખનૌ : મોદી સરકારના ચાર વર્ષ પુરા થવા પર બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો માયાવતીએ આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે મોદી દરેક ક્ષેત્રમાં નિષ્ફળ સાબિત થઇ છે. લખનૌમાં પાર્ટી કાર્યસમિતિની બેઠક અગાઉ માયાવતીએ જણાવ્યું હતું કે મોદી સરકાર દરેક ક્ષેત્રે નિષ્ફળ નીવડી છે. પ્રધાનમંત્રી મોદી પોતાનાં દરેક કાર્યને ઐતિહાસિક ગણાવી રહ્યા છે એટલે મને લાગે છે કે પેટ્રોલ - ડીઝલનાં ભાવમાં તેમની સરકારમાં ઐતિહાસિક વૃદ્ધિ થઇ છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ૪ વર્ષમાં સરકારે ગરીબો અને દલિતોનું ઉત્પીડન કર્યું છે. આટલું બધું થયું હોવા છતાં સરકાર સફળ હોવાના દાવા કરે છે. આ સફેદ જૂઠ બોલનારી સરકાર છે. તેઓએ આગળ જણાવ્યું હતું કે સરકારના લોકો બેફામ નિવેદનબાજી કરે છે અને ભાજપ પોતાનાં નેતાઓનું જ નથી સાંભળતી આ કારણે કેન્દ્રમાં NDA ના સહયોગી પક્ષો તેનાથી દુર થઇ રહ્યા છે.