loader

Breaking News


Home > Gujarat > ભાજપ સરકારને કૌભાંડોની સરકાર તરીકે નં. ૧ નું બિરુદ આપી શકાય : પરેશ ધાનાણી


Foto

ભાજપ સરકારને કૌભાંડોની સરકાર તરીકે નં. ૧ નું બિરુદ આપી શકાય : પરેશ ધાનાણી

May 23, 2018, 11:04 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકારને કૌભાંડોની સરકાર તરીકે નંબર 1 નું બિરુદ આપી શકાય તેમ છે. પરેશ ધાનાણીએ બીટકોઈન મુદ્દે જણાવ્યું હતું કે બીટકોઈનનું ૧૨ કરોડે શરુ થયેલ કૌભાંડ ૧૦૦૦ કરોડે પહોંચી ગયું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે નોટબંધી વખતે નાણા સગેવગે કરવામાં મોટા માથાઓની સંડોવણી હોવાથી બીટકોઈન મામલાની તપાસ મંથર ગતિએ ચાલી રહી છે અને મોટા માથાઓને બચાવવા રાજરમત ચાલી રહી છે.

ખેડૂતોનાં મુદ્દે પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ભાજપનાં પાપે ખેતીની જમીન ઘટી રહી છે તેમજ બિનઉપજાઉ થઇ રહી છે. ખેડૂતોને ખેતપેદાશોનાં પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યાં. તેઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપનાં રાજમાં ખેડૂતોને બદલે મળતિયાઓ કૌભાડં આચરનારા લોકો સાથે મીલીભગત કરી, મગફળીના નામે હલકી મગફળી સાથે માટી ભરી, માટીના કોથળા સરકારી ગોડાઉનોમાં સળગાવીને નાણાં ચાઉં કરવામાં આવી રહ્યા છે.