loader

Breaking News


Home > Gujarat > મહિલા સુરક્ષામાં ભાજપ સરકાર તદ્દન નિષ્ફળ, પરેશ ધાનાણીનો આક્ષેપ


Foto

મહિલા સુરક્ષામાં ભાજપ સરકાર તદ્દન નિષ્ફળ, પરેશ ધાનાણીનો આક્ષેપ

Aug. 2, 2018, 12:43 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : દુષ્કર્મ મામલે ભાજપનાં નેતાની ધરપકડ નહી કરવા પર કોંગ્રેસે આંદોલનની ચેતવણી આપી છે. વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ રાજ્ય સરકાર પર મહિલાઓ સુરક્ષામાં નિષ્ફળ હોવાનો આરોપ લગાવતાં જણાવ્યું હતું કે રાજ્યમાં દર બીજા દિવસે પાંચ મહિલાઓ સાથે દુષ્કર્મ અને રોજ ૧૬ મહિલાઓ ગુમ થવાની ઘટનાઓ સામે આવે છે.

ગુજરાત વિધાનસભાનાં આંકડાઓ ટાંકતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે યુવાનનોનાં ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢીને આતંકવાદીઓ પકડનારી ગુજરાત પોલીસ દુષ્કર્મ આરોપી ભાજપ[નાં નેતા જયંતી ભાનુશાળીને નથી પકડી સકતી. ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં દર બીજા દિવસે પાંચ મહિલાઓ સાથે દુષ્કર્મ અને રોજ ૧૬ મહિલાઓ ગુમ થઇ જાય છે પરંતુ સરકાર હાથ પર હાથ ધરીને બેસી રહી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે પોલીસ અને સરકારનાં આ પ્રકારનાં વલણથી મહિલાઓમાં ભયની લાગણી વ્યાપી છે.