loader

Breaking News


Home > Gujarat > BJP સરકારનો આપખુદ નિર્ણય, ગાંધીનગરમાં ઉપવાસ - ધરણા માટે ચાર્જ ચુકવવો પડશે


Foto

BJP સરકારનો આપખુદ નિર્ણય, ગાંધીનગરમાં ઉપવાસ - ધરણા માટે ચાર્જ ચુકવવો પડશે

July 3, 2018, 11:04 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : સામાન્ય રીતે સરકાર પાસે પોતાનીઓ વેદના પહોંચાડવા માટે વિપક્ષ, સામાજિક સંસ્થાઓ અને નાગરીકો રેલી કે ધરણા યોજતા હોય છે. રાજ્યના પાટનગરમાં ધરણા યોજવા માટે સેક્ટર ૬ ખતે સત્યાગ્રહ છાવણી બનાવવામાં આવી છે. અત્યાર સુધી અહી લોકો રેલી કે ધરણા કરીને પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડતા હતા જો કે હવે તે મોંઘુ થઇ જશે.

રાજ્યની ભાજપ સરકારે નવો પરિપત્ર જાહેર કર્યો છે તેમાં હવે રેલી કે ધરણા યોજતા પહેલા શિફ્ટ મુજબ મંજુરી મેળવવી પડશે ત્યારબાદ ભાડું ચૂકવીને ધરણા યોજવા પડશે. સ્વાભાવિક રીતે રાજ્યની જનતાને સરકાર વિરુદ્ધ થતાં કોઈ ધરણા રોકવા માટે જ આ પરિપત્ર બહાર પાડ્યો હોય તેમ સુત્રોએ જણાવ્યું હતું. આ અંગે કોંગ્રેસ પ્રવક્તા હિમાંશુ પટેલે જણાવ્યું હતું કે સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ, ધરણા અને રેલી માટે લેવાતો ચાર્જનો પરિપત્ર રદ નહિ થાય તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે.