loader

Breaking News


Home > Gujarat > મગફળી કાંડ મુદ્દે ભાજપ - કોંગ્રેસનાં એકબીજા પર આક્ષેપ - પ્રતિઆક્ષેપ, કોંગ્રેસે કરી તપાસની માંગ


Foto

મગફળી કાંડ મુદ્દે ભાજપ - કોંગ્રેસનાં એકબીજા પર આક્ષેપ - પ્રતિઆક્ષેપ, કોંગ્રેસે કરી તપાસની માંગ

Aug. 4, 2018, 9:59 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : રાજ્યમાં થયેલા મગફળી કાંડ મુદ્દે ભાજપ - કોંગ્રેસે એકબીજા પર આક્ષેપ - પ્રતિઆક્ષેપ શરુ કરી દીધા છે. વધુમાં કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવા અને યોગ્ય તપાસ થાય તે માટે ધરણા પણ યોજવામાં આવ્યાં છે. ગઈકાલે ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ આ મુદ્દે જુઠ્ઠા આક્ષેપોનાં કરે.

વધુમાં તેમણે કહ્યું હતું કે તહેવારો નજીક હોવાને કારણે ખેડૂતો ચિંતિત હતા. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપા સરકારે મગફળી ખરીદીનો ઐતિહાસિક નિર્ણય લઇ બજાર ભાવ રૂપિયા ૬૦૦ હોવા છતાં ૯૦૦ રૂપિયાના ભાવે ખેડૂતોની અંદાજે ૧૦ લાખ ટન મગફળીની ખરીદી કરી અને ૩૮૦૦ કરોડથી વધુ રૂપિયાની ચૂકવણી સીધા જ ખેડૂતોના બેંક ખાતામાં કરી ખેડૂતોની ચિંતા દૂર કરી દીધી હતી.

આ બાજુ કોંગ્રેસે જણાવ્યું હતું કે જો ઉચ્ચ ન્યાયપાલિકાના સીટીંગ જજ દ્વારા આ મગફળી કાંડની તપાસની માંગણી નહીં સ્વીકારાય તો ગાંધીચિંધ્યા માર્ગે વિવિધ જગ્યાએ ધરણાં-ઉપવાસ કરવામાં આવશે. વધુમાં કોંગ્રેસે સવાલ કર્યા હતા કે મગફળીનું મુલ્ય ચુંટણી પહેલાં રૂ.૫૫૦ હતું અને ચુંટણી ટાણે રૂ.૯૦૦ માં ખરીદી કરી તો પછી હાલ રૂ. ૫૫૦ માં શું કામે લુંટાઈ રહયા છે ખેડૂત. વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં પાણી- વિજળી અને પોષણક્ષમ ભાવોનાં અભાવે ખેડૂતો દેવાદાર થઈ રહ્યા છે અને ખેતીવાડી બરબાદ થઈ રહી છે.