loader

Breaking News


Home > National > ભાજપ - જેડીયુમાં ભંગાણનાં એંધાણ, નીતીશ કુમારે આપી ચેતવણી


Foto

ભાજપ - જેડીયુમાં ભંગાણનાં એંધાણ, નીતીશ કુમારે આપી ચેતવણી

July 9, 2018, 11:33 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : રાજદ - કોંગ્રેસ સાથેનાં મહાગઠબંધન સાથે છેડો ફાડીને ભાજપ સાથે સરકાર બનાવનારા નીતીશ કુમાર હવે ભાજપથી પણ દુર થતાં જોવા મળે છે. નીતીશ કુમારે ભાજપને ગર્ભિત ચીમકી આપતાં જણાવ્યું હતું કે ભાજપ અમને નજરઅંદાજ કરવાની ભૂલ નાં કરે તેવું કરનાર ખુદ નજરઅંદાજ થઇ જશે. વધુમાં નીતીશ કુમારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢ અને મણીપુરમાં એકલે હાથે ચુંટણી લડશે.

જો કે બીજી બાજુ જેડીયુનાં મહામંત્રી કેસી ત્યાગીએ જણાવ્યું હતું કે લોકસભા ૨૦૧૯ ની ચુંટણી ભાજપ અને જેડીયુ સાથે મળીને લડશે. ઉલ્લેખનીય છે કે એવી માહિતી મળી હતી કે લોકસભા ૨૦૧૯ ની ચુતાનીને લઈને ભાજપ અને જેડીયુમાં મડાગાંઠ સર્જાઈ છે પરંતુ બંને પાર્ટીના ટોચનાં નેતાઓ આ મામલે કશું સ્પષ્ટ કરવા તૈયાર નથી.