loader

Breaking News


Home > Gujarat > ભાજપનાં નેતાને દાઉદની ધમકી મળતા ચકચાર મચી


Foto

ભાજપનાં નેતાને દાઉદની ધમકી મળતા ચકચાર મચી

Nov. 1, 2018, 11:45 a.m.
      Whatsapp   

માનવમિત્ર, સુરત : ઉદ્યોગકાર અને ભાજપનાં ઓલ ઈન્ડિયા લઘુમતી મોરચાનાં સભ્ય તેમજ કેન્દ્ર સરકારનાં નેશનલ કાઉન્સિલ ફોર પ્રમોશન ઓફ ઉર્દૂ લેન્ગવેજનાં પણ સભ્ય કાદર વાડીવાળા તેમજ તેમના પુત્રને અંડરવર્લ્ડનાં ડી ગેંગનાં કુખ્યાત ગેંગસ્ટર એજાજ લાકડાવાળા દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે.



ભાજપનાં જ રાજમાં ભાજપનાં જ આગેવાનોને મળેલી ધમકી અંગે કાદર વાડીવાળા દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા ડીસીબી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ફોન પર બાપ દીકરાએ અજાણ્યા નંબર ન ઉઠાવતા ૧૩૨૩૭૨૯૩૬૪૩નંબર પરથી મેસેજ કરવામાં આવ્યો હતો. જેમાં લખાયું હતું કે, મેંરે કોલ કા જવાબ નહીં દેગા તો ભેંજે મેં લગેગી. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ચોકબજાર ચારાગલી ખાતે રહેતા કાદર વાડીવાળા અને તેમનો પુત્ર અયાઝ સુરતમાં જમીનની લે વેચનાં ધંધા સાથે સંકળાયેલા છે. કાદર વાડીવાળા દાયકાઓથી ભાજપ સાથે સંકળાયેલા છે. સુરત ભાજપમાં વિવિધ સંગઠનોમાં પણ સેવા આપી ચુક્યા છે. હાલમાં પણ કાદર વાડીવાળા ભાજપનાં ઓલ ઈન્ડિયા લઘુમતી મોરચનાં સભ્ય છે.