loader

Breaking News


Home > National > જમ્મુ-કાશ્મીરમાં ભાજપનાં નેતાની ગોળી મારી કરાઈ હત્યા


Foto

જમ્મુ-કાશ્મીરમાં ભાજપનાં નેતાની ગોળી મારી કરાઈ હત્યા

Nov. 2, 2018, 11:16 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરનાં કિશ્તવાડમાં ગુરુવારે ભાજપનાં પ્રદેશ સચિવ અનિલ પરિહાર અને તેમના ભાઇ અજીત પરિહારની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા, બીજેપીનાં અધ્યક્ષ અમિત શાહ સહિત ઘણા મોટા નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યુ છે.સમગ્ર ઘટના પર અધિકારીઓ તરફથી જણાવવામાં આવ્યુ છે કે, બીજેપીનાં પ્રદેશ સચિવ અનિલ પરિહાર અને તેમની ભાઇ અજીત તિશ્તવાડમાં પોતાની દુકાનથી પાછા ફરી રહ્યા હતા બરાબર તે જ સમયે તેમને નજીકથી ગોળી મારવામા આવી. તેમણા વધુમાં જણાવ્યું કે, હુમલાખોરો આ બંન્ને ભાઇઓની ઘર જવાની રાહ જોઇ રહ્યા હતા અને હુમલાખોરોએ તેમને નિશાનો બનાવવા માટે પિસ્તોલનો ઉપયોગ કર્યો. તેમણે કહ્યુ કે, બંન્ને ભાઇઓને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા જ્યા ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાથી રાજનીતિમાં જાણે અચાનક ભૂકંપ આવી ગયો હોય તેવો માહોલ બની ગયો છે.

જમ્મુ-કાશ્મીરમાં બનેલી આ દુખદ ઘટના પર રાજનેતાઓએ પોતાની સંવેદનાઓ પ્રગટ કરતા ટ્વીટ કર્યા છે. જેમાં ભાજપનાં અધ્યક્ષ અમિત શાહે ટ્વીટ કર્યુ છે કે, ‘બીજેપીનાં સચિવ અનિલ પરિહાર અને તેમના ભાઇની હત્યાનાં દુખદ સમાચાર મળ્યા. આ માનવતાની વિરુદ્ધ કાયરતા દર્શાવતી ઘટના છે. અમારા સહયોગીનાં કુટુબીજનો પ્રત્યે મારી સંવેદનાઓ છે, ભગવાન તેમને આ મુસિબતની ઘડીમાંલડવાની હિમ્મત આપે’.

આ ઘટના પર ગૃહમંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરી પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, ‘અમિલ પરિહાર અને તેમના ભાઇની હત્યાથી દુઃખી-હૈરાન છે. જમ્મુ-કાશ્મીર રાજ્યાપાલનાં સલાહકાર પાસેથી ઘટનાની જાણકારી લીધી છે, પીડિત કુટુંબ સાથે મારી સંવેદનાઓ છે’.