loader

Breaking News


Home > National > BJP મંત્રી રવિશંકર પ્રસાદે ભાંગરો વાટ્યો, હાફિઝ સઈદને " હાફિઝ જી " કહ્યું


Foto

BJP મંત્રી રવિશંકર પ્રસાદે ભાંગરો વાટ્યો, હાફિઝ સઈદને " હાફિઝ જી " કહ્યું

June 22, 2018, 5:24 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કાશ્મીરમાં સૈન્ય દ્વારા આતંકીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા ઓપરેશનને લઈને કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ પર આકરા પ્રહાર કરતી વખતે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે લશ્કર એ તૈયબાના આતંકી હાફિઝ સઈદને હાફિઝ જી કહીને ભાંગરો વાટ્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે કાશ્મીરની સમસ્યા કોંગ્રેસની દેન છે. કાશ્મીરને લઈને સરદાર પટેલ અને નહેરુ વચ્ચે મતભેદ હતા.

તેઓએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસી નેતાઓના નિવેદન પર રાહુલ ગાંધીને જવાબ આપવો જોઈએ. કાશ્મીરના એક મોટા સંપાદક શુજાત બુખારીની હત્યા થઇ તે હત્યામાં મીડિયા રિપોર્ટના જણાવ્યા મુજબ પાકિસ્તાની તત્વોનો હાથ છે. તો બીજી બાજુ લશ્કર એ તૈયબાએ શુજાત બુખારીની હત્યામાં ભારતીય સૈન્યનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે. વધુમાં રવિશંકર પ્રસાદે આક્ષેપ લગાવ્યો હતો કે કોંગ્રેસ સૈન્યનું મનોબળ તોડવાની કોશિશ કરી રહી છે જો કે તેમણે હાફિઝને હાફિઝ જી કહ્યા બાદ પણ પોતાની ભૂલ સ્વીકારી નહોતી.