loader

Breaking News


Home > Gujarat > ભાજપ MLA નાં ખાતામાંથી બારોબાર 2 લાખ ઉપાડી ગઠિયો પલાયન


Foto

ભાજપ MLA નાં ખાતામાંથી બારોબાર 2 લાખ ઉપાડી ગઠિયો પલાયન

June 4, 2018, 3:48 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : પાલિતાણાના ભાજપના ધારાસભ્ય ભીખાભાઇ બારૈયાના એસબીઆઇ બેંકના એટીએમમાંથી કોઇ ગઠિયો રૂ.બે લાખ પાંચ હજાર ઉપાડી રફુચક્કર થઇ જતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ઠગાઇનો ભોગ બનેલા ધારાસભ્ય ભીખાભાઇ બારૈયાને ઘટનાની જાણ થતાં તેમના પુત્રએ આ બનાવ અંગે પાલિતાણા ટાઉન પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવનાર આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, પાલિતાણાના ધારાસભ્ય પાલિતાણામાં તળેટી રોડ પર એસબીઆઇ બેન્કમાં ખાતુ ધરાવે છે. તેમના એટીએમના પાસવર્ડ મેળવી ગત તા.૨૮- ૫-૨૦૧૮થી તા.૧-૬- ૨૦૧૮ દરમ્યાન કોઇ અજાણ્યા શખ્સે રૂ.૨,૦૫,૦૦૦ ઉપાડી લીધા હતા. આ અંગેની ખબર પડતાં તેમના પુત્ર અરુણભાઇ ભીખાભાઇ બારૈયાએ પાલિતાણા ટાઉન પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે બેંકના એટીએમના સીસીટીવી ફુટેજ સહિતની કડીઓના આધારે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.

બીજીબાજુ, તેમના અમદાવાદ ખાતે રહેતા પરિચિત રાજેશભાઇ જાદવભાઇ બારૈયાના આ જ શાખાના એટીએમમાંથી રૂ.૨૩ હજાર ઉપડી ગયાની પણ વાત સામે આવતાં તે અંગે પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનાની ગંભીરતા ધ્યાને લઇ સઘન તપાસ આરંભી છે.