loader

Breaking News


Home > Gujarat > ભાજપનાં ધારાસભ્યોને છાવરવામાં આવ્યાં, કોંગ્રેસનાં સભ્યોને ટાર્ગેટ બનાવાયા, પરેશ ધાનાણીનો આક્ષેપ


Foto

ભાજપનાં ધારાસભ્યોને છાવરવામાં આવ્યાં, કોંગ્રેસનાં સભ્યોને ટાર્ગેટ બનાવાયા, પરેશ ધાનાણીનો આક્ષેપ

March 24, 2018, 3:03 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ-ભાજપના ધારાસભ્યો વચ્ચે છુટ્ટાહાથની મારામારી, માઈક તોડીને ફેંકવા સહિતની હિંસક ઘટના બાદ રાજ્ય સરકારની દરખાસ્તને પગલે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોંગ્રેસના ધારાસભ્યો પ્રતાપ દૂધાત, અમરીશ ડેરને ત્રણ વર્ષ માટે જ્યારે બળદેવજી ઠાકોરને એક વર્ષ માટે વિધાનસભા અને સમિતિની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો.

જો કે, વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ વિધાનસભાના નિયમોના નિયમ-૫૨(૨)ટાંકીને જણાવ્યું છે કે, આ નિયમમાં ધારાસભ્યોને વધુમાં વધુ સત્ર સમાપ્તિ સુધી જ સસ્પેન્ડ કરી શકાય છે, ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો કોઈને અધિકાર નથી. સરકારે પ્રજારોષને શાંત પાડવા માટે જે તે ઘટનાના સંબંધમાં તપાસ પંચની નિમણૂક કરી છે પરંતુ કોને બચાવવા માટે આ અહેવાલો ગૃહમાં રજૂ કરતી નથી? તેવો સવાલ પણ વિપક્ષી નેતાએ ઉઠાવ્યો છે.

વિપક્ષી નેતા ધાનાણીએ કોંગી સભ્યોના ત્રણ સભ્યોના સસ્પેન્શન અંગે જણાવ્યું કે, વિધાનસભા ગૃહમાં વિરોધપક્ષની સાથે સાથે સરકાર અને અધ્યક્ષ પણ નિયમોથી બંધાયેલાં છે. નિયમ ૫૨(૨)ને ટાંકતાં તેમણે કહ્યું કે, સભ્યોને સસ્પેન્ડ કરવાની સ્પષ્ટ જોગવાઈ છે. આ નિયમની ઉપરવટ જઈને કોઈ મનસ્વી રીતે નિર્ણય કરી શકે નહીં. તેમણે કહ્યું કે, ગઈકાલની કમનસીબ ઘટનામાં ભાજપના જવાબદાર ધારાસભ્યોને છાવરવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોને ટાર્ગેટ બનાવાયા છે.