loader

Breaking News


Home > Gujarat > પરપ્રાંતીઓનાં પલાયન વચ્ચે ભાજપ MLA બોલ્યા, સ્થાનિકોની રોજગારી માટે કરીશું આંદોલન


Foto

પરપ્રાંતીઓનાં પલાયન વચ્ચે ભાજપ MLA બોલ્યા, સ્થાનિકોની રોજગારી માટે કરીશું આંદોલન

Oct. 12, 2018, 10:55 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદવાદ : ગુજરાતમાંથી ઉત્તર પ્રદેશ અને બિહારનાં શ્રમિકો પલાયન કરી રહ્યા છે ત્યારે ભાજપના એક ધારાસભ્યે જણાવ્યું હતું કે રાજ્યમાં ફેકટરીઓમાં સર્વે કરાવવામાં આવશે કે તેમાં કેટલા પરપ્રાંતીઓ કામ કરી રહ્યા છે. ભાજપના હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાનો એક વિડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.

આ વિડીઓમાં તેઓ કહી રહ્યા છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે ફેક્ટરીઓમાં 80 ટકા સ્ટાફ ગુજરાતી હોવો જોઈએ, જો આવું નહિ થાય તો તેને ચાલવા નહિ દેવાય. રાજેન્દ્ર સિંહ ચાવડાએ જણાવ્યું હતું કે ગુજરાતનાં કારખાનાઓમાં કેટલા સ્થાનિક અને બહારના રાજ્યોના કામ કરી રહ્યા છે તેનો સર્વે કરાવવામાં આવશે. સાબરકાંઠામાં બળાત્કારપીડિત બાળકીના પરિવારજનોને મળવા હોસ્પિટલ પહોંચેલા રાજેન્દ્ર ચાવડાએ આ નિવેદન આપ્યું હતું. વધુમાં રાજેન્દ્ર ચાવડાએ જણાવ્યું હતું કે 40 ગામનાં લોકો સામે બોલી રહ્યો છું 80 ટકા સ્થાનિક લોકોને રોજગાર નહિ મળે તો આંદોલન કરવામાં આવશે.