loader

Breaking News


Home > Gujarat > ભાજપનાં આ ધારાસભ્ય ચુંટણી ખર્ચ મુદ્દે ગેરલાયક ઠરતાં બચી ગયા


Foto

ભાજપનાં આ ધારાસભ્ય ચુંટણી ખર્ચ મુદ્દે ગેરલાયક ઠરતાં બચી ગયા

Feb. 2, 2018, 3:06 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં નિયત ખર્ચ મર્યાદા કરતાં વધુ ખર્ચ કરવાને કારણે ભાજપનાં બે ધારાસભ્યોના સભ્યપદ પર લટકતી તલવાર તોળાઈ રહી છે ત્યારે ભાજપનાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ ફરીથી એકાઉન્ટીંગ કરાવતાં તેમાં જાહેર થયું હતું કે તેમણે કુલ 22,38,900 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો છે જેને કારણે તેઓએ ગેરલાયક ઠરતાં બચી ગયા છે તેમ સાબરકાંઠાનામુખ્ય ચુંટણી અધિકારી મુકેશ પરમારે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ધાનસભાની ચુંટણીમાં નિર્ધારિત કરતાં વધુ ચુંટણી ખર્ચ કરવાને કારણે ભાજપના બે ધારાસભ્યોએ પોતાનાં હોદ્દાથી દુર થવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ બે ધારાસભ્યોમાં હિંમતનગરનાં રાજેન્દ્રસિંહ ચાવડા અને સંતરામપુરનાં કુબેર દિનોદરનો સમાવેશ થાય છે. રાજેન્દ્રસિંહ ચાવડાએ ૩૩.૭૮ લાખ અને કુબેર દિનોદરે ૨૮.૯૫ લાખ રૂપિયા વાપરતાં તેમની સામે પીટીશન થઇ શકવાની સંભવાના હતી પણ જો કે હવે રાજેન્દ્રસિંહ ચાવડા ગેરલાયક નહી ઠરે.