loader

Breaking News


Home > Gujarat > BJP સાંસદની ચીમકી, ખેડૂતોને સહાય નહી ચૂકવાય તો કરીશું આંદોલન


Foto

BJP સાંસદની ચીમકી, ખેડૂતોને સહાય નહી ચૂકવાય તો કરીશું આંદોલન

June 17, 2018, 4:54 p.m.
      Whatsapp   

માનવમિત્ર, પાટણ : રાજ્યમાં ખેતીનો પાક નિષ્ફળ જતા ખેડૂતોને સહાય આપવા માટે સરકાર સામે હવે વિપક્ષ કોંગ્રેસ સહીત ભાજપનાં સાંસદો પણ અવાજ ઉઠાવવા લાગ્યા છે. પાટણનાં સાંસદ લીલાધર વાઘેલાએ ચીમકી આપી હતી કે ખેડૂતોને વળતર નહિ ચૂકવાય તો તેઓ ધરણા પર બેસશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પાક નિષ્ફળ ગયો છે તેના વળતરરૂપે હજુ સુધી ભાજપ સરકારે કઈ ચુકવ્યું નથી ત્યારે ભાજપનાં આ સાંસદે PM નરેન્દ્ર મોદીને પત્ર લખીને ખેડૂતોની માંગ પર સહમત હોવાનું જણાવીને આંદોલન કરવાની ધમકી આપી છે. બનાસકાંઠામાં ભયાનક પુર આવતા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો તેનો કલેઈમ વીમા કંપની પર કરવા છતાં તેનું વળતર હજુ ખેડૂતોને મળી શક્યું નથી.