loader

Breaking News


Home > National > ભાજપ હવે તમિલનાડું તરફ કરી રહ્યુ છે ધ્યાન કેન્દ્રિત


Foto

ભાજપ હવે તમિલનાડું તરફ કરી રહ્યુ છે ધ્યાન કેન્દ્રિત

July 7, 2018, 12:09 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : તમિલનાડુમાં પોતાની સ્થિતીને મજબુત કરવા માટે અને પોતાની દ્રવિડ વિરાસતને સંભાળી લેવા માટે પોતાને પ્રબળ દાવેદાર તરીકે રજૂ કરવા માટે ભાજપ સંપૂર્ણપણે તૈયાર છે. પૂર્વ મુખ્યપ્રધાન જયલલિતાનાં અવસાન બાદ અને ડીએમકેનાં વડા કરૂણાનિધી રાજનીતિમાં હવે ઓછા સક્રિય રહ્યા બાદ ખાલી જગ્યાઓને પુરવા માટે ભાજપે આક્રમક તૈયારી કરી છે.




ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ ટી. સૌદરારાજને કહ્યુ છે કે અમે ૧૨૦ એવા ચૂંટણી ક્ષેત્રોની ઓળખ કરી લીધી છે જ્યાં અમારી પાર્ટીએ છેલ્લા કેટલાક વર્ષોમાં સતત સુધારો કર્યો છે. પાર્ટીની નિંવ મજબુત કરવા માટે હવે ફુલ ટાઇમ મેમ્બરોને જવાબદારી સોંપવામાં આવી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ વર્ષ ૨૦૧૬માં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હાર બાદ નવી રણનિતી પર કામ કરી રહ્યા છે. નવી રણનિતી વિકસિત કરવા પર કામ ચાલી રહ્યુ છે. ભાજપે ૧૦ હજાર હોદ્દેદારોને પોતાના વિસ્તારક કાર્યક્રમમાં વ્યસ્ત કરી દીધા છે. આ લોકોનું કામ લોકોનું સંપર્ક કરીને તેમને મોદી સરકારની કામગીરી અને સિદ્ધીઓ અંગે માહિતી આપવાનુ છે. સાથે સાથે વધુને વધુ લોકોને ભાજપની મેમ્બરશીપમાં સામેલ કરવા માટેનું પણ છે.

ભાજપનાં એક નેતાએ માહિતી આપતા કહ્યુ છે કે જયલલિતાનાં વિશ્વાસપાત્ર ઉત્તરાધિકારી પન્નીરસેલ્વમ વડાપ્રધાન મોદીનાં પસંદ બની ગયા છે. તમિળનાડુમાં આાગામી દિવસોમાં શ્રેણીબદ્ધ બેઠકોનું આયોજન કરવામા આવી રહ્યુ છે. પોતાની સ્થિતીને મજબુત કરવાનાં ઇરાદાથી યુવા મોરચાની બેઠક પણ સતત થઇ રહી છે. ભાજપ પ્રમુખ અમિત શાહ પોતે પણ તમિળનાડુની સ્થિતી અંગે પોતે વારંવાર માહિતી મેળવી રહ્યા છે. જાણકાર લોકો સાથે વાતચીત કરી રહ્યા છે. તમિળનાડુમાં પાર્ટી સ્થિતીને સુધારી દેવા માટે નીચલા સ્તરથી સતત પ્રયાસો કરી રહી છે.